Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

2022ની ચૂંટણીઓમાં ખેડૂત આંદોલનની અસર ન થાય તે માટે ભાજપ રણનીતિ ઘડવાની તૈયારીમાં લાગ્‍યું

ભાજપે ત્રણ રાજ્યોમાં ચૂંટણીની ટીમો તૈનાત કરી : પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર વિશેષ ધ્યાન અપાશે

નવી દિલ્‍હી : ભાજપના નેતૃત્વ વાળા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ મોરચે વ્યૂહરચના ઘડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ તેમની ચિંતા કોરોના સમયગાળા સાથે ખેડૂત આંદોલન છે. જે હજી પણ ચાલુ છે. દિલ્હીની સરહદો પર ઉભા રહેલા ખેડૂતો પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે પણ જોડાયેલા છે. આવી સ્થિતીમાં, આ રાજ્યોમાં સંભવિત અસર પર પણ નજર રાખવામાં આવી રહી છે. પંજાબમાં ભાજપનો હિસ્સો નાનો છે, પરંતુ યુપી-ઉત્તરાખંડમાં તેને પોતાની સરકારો જાળવી રાખવાનો પડકાર છે

આ રાજ્યોમાં ભાજપની ચૂંટણીની ટીમો તૈનાત કરવામાં આવી છે. હવે તે દરેક મુદ્દાની વ્યાપર સમીક્ષા કરી રહી છે. અને રણનીતિ બનાવી રહી છે. જેમાં ખેડૂતોના આંદોલનનો મુદ્દો પણ છે. કારણ કે ખેડૂતોના આંદોલનમાં જોડાયેલા મોટાભાગના લોકો પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે સંકળાયેલા છે. જેથી આ રાજ્યોમાં તેની અસર પડી શકે છે. પંજાબમાં સત્તાધારી કોંગ્રેસે હાલમાં જ નેતૃત્વનો ફેરફાર કર્યો છે. તેમજ અકાલી દળ અને આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે ભાજપ અને કેન્દ્વ સરકાર સામે આવજ ઉઠાવી રહી છે.

ઉત્તર પ્રદેશમાં, પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટા ખેડૂત નેતા, ચૌધરી રાકેશ ટિકૈત પોતે મોરચાનું નેતૃત્વ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, આ વિસ્તારોમાં આંદોલનનો ઘણો ભાર છે. ખાસ કરીને જાટ લેન્ડ આનાથી ખૂબ પ્રભાવિત છે. ચૂંટણીમાં મતો પર તેની કેટલી અસર પડશે તે અંગે પણ ભાજપ ચિંતત છે. જો કે, તેના નેતાઓ તેને ખેડૂતોને બદલે

રાજકીય આંદોલન ગણાવીને તેને ઘમરોળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ સતત તેની અસરનું મૂલ્યાંકન કરી રહી છે. અને ચૂંટણી સુધી આ વિસ્તારમાં પોતાનાી મજબૂતી ચાલુ રાખશે. ગત વિધાનસભામાં અને લોકસભાની ચૂંટણીમાં ભાજપને અહીં મોટી સફળતાં મળી હતી

ઉત્તરાખંડના તરાઈ વિસ્તારમાં ખેડૂતોના આંદોલનની અસર થવાની સંભાવના છે. અહીં મોટી સંખ્યામાં શીખની વસ્તી છે. જે પંજાબ સાથે સંકળાયેલી છે. પંજાબના તમામ ખેડૂત સંસ્થાઓ આંદોલનમાં સામેલા હોવાથી તેની અસર ઉત્તરાખંડ સુધી જઈ રહી છે. ભાજપ માટે રાહતની વાત છે કે, તેની અસર ડુંગરાળ વિસ્તારમાં દેખાતી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતાઓનું માનવું છે કે, પાંચ રાજ્યોમાં માત્ર બે મોટા મુદ્દાઓ કોરોના અને ખેડૂતોને સંભાળવાના છેય અને કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેમની અસર સમજીને કામ કરવામાં આવી રહ્યું છે. લોકો સાથે સંવાદ અને સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેથી અસંતોષ દૂર કરી શકાય અને તેમને સાથે સાલી શકાય

(11:59 am IST)