Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

પં.દિનદયાળ ઉપાધ્યાય વિશે અજીત પવારે કર્યું ટવીટ :ગણતરીની કલાકોમાં કરવું પડ્યું ડિલિટ

ટ્વિટ હટાવ્યા પછી પવારે કહ્યું કે રાજનીતિ અને સામાજીક કાર્યમાં સીનિયરની સલાહ માનવી પડે

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા એનસીપી નેતા અજીતપવારે એક ટ્વિટે રાજનીતિમાં હલચલ મચાવી દીધી હતી  પવારે જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ પર ટ્વિટ કર્યું હતું. પછીથી થોડા સમય બાદ તેને ડિલિટ પણ કરી દીધું.હતું

દિનદયાળના જન્મદિવસ પર પવારે શુક્રવારે 25 સપ્ટેમ્બરે તેમને શ્રદ્ધાંજલિ દેતા પહેલા તો ટ્વિટ કર્યું પરંતુ એક જ કલાકમાં તેમને ટ્વિટ ડિલિટ કરી દીધું. ટ્વિટ હટાવ્યા પછી પવારે કહ્યું કે રાજનીતિ અને સામાજીક કાર્યમાં સીનિયર ની સલાહ માનવી પડે છે. જો એ સ્પષ્ટ ન કર્યું કે કોની સલાહ પર ટ્વિટ ડિલીટ કરી નાંખ્યું.હતું

પવાર એનસીપીના એકમાત્ર એવા નેતા રહ્યા જેમણે બીજેપીના આદર્શ મનાતા પુરુષ પંડિત દિનદયાલને યાદ્ કર્યા. તેમણે કહ્યું આપણી સંસ્કૃતિમાં એવા લોકોને હંમેશા સન્માનથી યાદ કરવામાં આવે છે. હવે તે જીવીત નથી. આ આપણી પરંપરા છે. તેમનું આ ટ્વિટ વાયરલ થઈ ગયું અને બીજેપી સાથે નજદીકી સંબંધોની અટકળો લાગવા લાગી છે.

ગત વર્ષે નવેમ્બર મહિનામાં મહાવિકાસ અઘાડી સરકાર બનવા પર અજીત પવારે ખાનગી રીતે બીજેપીના દેવેન્દ્ર ફડણવિશ સાથે હાથ મિલાવી લીધો હતો. 24 નવેમ્બરના ફડણવિસે સીએમ પદની શપથ લીધી, જેમાં અજિત પવારને ડેપ્યુટી સીએમ પદ મળ્યું હતું. પરંતુ આ સરકાર બે જ દિવસથી વધુ ન ટકી. આ બાજુ અયોધ્યામાં જ્યારે પીએમ મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું, તો અજિતના દિકરા પાર્થ પવારે અભિનંદન આપ્યા હતા.

(12:17 am IST)