Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

મહારાષ્ટ્રમાં નવા સમીકરણો રચાય રહ્યાના નિર્દેશ : ફડનવીસ અને સંજય રાઉત વચ્ચે ગુપ્ત મંત્રણા

મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ આજે સાંજે ગુપ્ત રીતે શિવસેનાના નેતા સંજય રાઉતને બે કલાક માટે મળ્યા હત. મહારાષ્ટ્રમાં કોઈ નવું ડેવલપમેન્ટ સર્જાઈ રહ્યા નું ચર્ચાય છે.( ન્યુઝફર્સ્ટ)

  અનહય એક અહેવાલ મુજબ દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉત મુંબઈની એક હોટલમાં મળ્યા હતા. ખરેખર, સંજય રાઉત સેનાના મુખપત્ર સામના માટે ફડણવીસનો ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યા છે. તે જ સમયે, ફડણવીસે કહ્યું કે આ ઇન્ટરવ્યુ એડિટ કર્યા વિના જ થવું જોઈએ. વળી, તે બિહારની ચૂંટણી બાદ કરવામાં આવશે

   જો કે આ બેઠક પાછળ કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નકારી કાઢવામાં આવી રહી છે. હાલમાં, દેવેન્દ્ર ફડણવીસનું ફોકસ બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 પર છે. બિહારની ચૂંટણી માટે ભાજપે દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. બિહારની ચૂંટણી માટેની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે અને પરિણામો 10 નવેમ્બરના રોજ આવવાના છે.

(11:14 pm IST)
  • ખાનગી શાળાઓનો ફીનો મુદ્દો હજુ અદ્ધરતાલ : વાલી મંડળે ૫૦%ની માંગણી કરી : શિક્ષણમંત્રીએ ૨૫%ની ફી માફીની દરખાસ્ત કરી : ફરી ૨૯મીએ શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક મળશે access_time 4:06 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST

  • ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ૪૫% નવા ચહેરાઓ : નવી ટીમની જાહેરાત કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા રાષ્ટ્રીય ભાજપની નવી ટીમની અત્યારે બપોરે ૩:૧૫ પછી જાહેરાત કરી રહ્યા છે જેમાં ૪૫ ટકા નવા ચહેરાઓ છે : જે.પી. નડ્ડાએ સમગ્ર ટીમમાં આમુલ ફેરફારો કર્યા છે : વિગતો જાહેર થઈ રહી છે (ન્યુઝફર્સ્ટ) access_time 3:11 pm IST