Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

હવે ચેકથી થતાં આર્થિક વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા બેંકોમાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થશે

આ સુવિધાનો લાભ 5 લાખ સુધી મરજિયાત રખાશે : 50 હજારથી મોટી રકમના પેમેન્ટ માટે ડબલ વેરિફેક્શન થશે

નવી દિલ્હી : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચેકથી થતાં ટ્રાન્ઝેક્શનને વધુ સિક્યોર બનાવવાની કવાયત શરુ કરી છે. વર્ષ 2021થી લાગૂ થનાર નવા નિયમ મુજબ બેન્ક ગ્રાહકે 50 હજારથી વધુના વ્યવહાર માટે કોઈ વ્યક્તિને ચેક આપ્યા બાદ તેની માહિતી ડીજીટલી બેન્કને પણ આપવી પડશે. બેન્ક રજૂ થનાર ચેકની વિગતો તેને મળેલી માહિતી સાથે સરખાવશે અને વિસંગતતા જણાશે તો ચેક રદ કરશે. આ સુવિધાનો લાભ 5 લાખ સુધી મરજિયાત રખાશે. RBI છેતરપિંડીના બનાવ અટકાવવા આ મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. આ સુવિધા પોઝિટિવ પે સિસ્ટમના નામ અપાયું છે.

 

50 હજારથી મોટી રકમના પેમેન્ટ માટે ડબલ વેરિફેક્શન કરવામાં આવશે. ચેક આપનાર બેન્ક ગ્રાહકે SMS , મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ અથવા ATM જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમો થકી અપાયેલા ચેકની માહિતી બેન્કને આપવાની રહેશે. ચેકમાં રજૂ કરાયેલી તારીખ, ચેક પ્રાપ્તકર્તાનું નામ અને રકમ જાણવવાની રહશે. ગ્રાહકે વિગત ચેક બેંકમાં જમા થવા પહોંચે તે પેહલા આપી દેવાની રહશે. માહિતીમાં અને ચેકમાં વિસંગતતા જણાશે તો પેમેન્ટ અટકાવવા સુધી પગલાં લેવાશે. આ સુવિધા 5 લાખ સુધીની રકમ માટે મરજિયાત અને ત્યારબાદની રકમ માટે ફરજીયાત બનાવાશે. જાન્યુઆરીથી શરૂ થનાર સુવિધા અંગે બેન્ક ગ્રાહકોને SMS મારફતે જાણ કરશે. જયારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ સુવિધાની વિગતો મળી શકે તેવી વ્યવસ્થા કરાશે

(10:57 pm IST)