Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ઉતર પ્રદેશના મથુરામાં મકાનમાં રાખેલ ફટાકડા બનાવવાના સામાનમાં ધમાકો, એકનું મોત, ભયનો માહોલ

મથુરા (યુપી) ના એસ.ડી.એમ. સુરેશકુમાર જણાવ્‍યું હતું કે એક મકાનમાં રાખેલ ફટાકડા બનાવવાના સામાનમાં વિસ્‍ફોટ થયો જેમાં એક વ્‍યકિતનું મોત નિપજયું છે. એસ.ડી.એમ. એ. વધુમાં જણાવ્‍યું હતું કે વિસ્‍ફોટ જમા કરનાર શખ્‍સ વિરૂધ્‍ધ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે. ધમાકા પછી આસપાસના થોડા ઘરોને નુકશાન પણ પહોચ્‍યું  છે.

(10:26 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ :એક્ટીવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 88,691 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,90,513 થઇ : 9,56,491 એક્ટીવ કેસ : વધુ 92,312 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 49,38,641 રિકવર થયા : વધુ 1123 લોકોના મોત સાથે મૃત્યુઆંક 94,533 થયો access_time 1:03 am IST

  • રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે એસપી બાલાસુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો: રામોજી રાવે કહ્યું, 'હું નિરાશ છું કે બાલાસુબ્રમણ્યમ હવે નથી. તે મારા નિકટના મિત્ર હતા. એક પ્રખ્યાત ગાયક જ નહીં, તે મારા ભાઈ જેવા હતા. તે મને પ્રેમથી ગળે લગાવતા હતા access_time 1:05 pm IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST