Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

દેશનાં જાણિતા અર્થશાસ્ત્રી ઇશર જજ આહલુવાલિયાનું અવસાન

ઇશર બ્રેન કેન્સરથી ગ્રસ્ત હતા : ઈશર અર્થશાસ્ત્રી મોન્ટેક આહલુવાલિયાના પત્નિ હતા

નવી દિલ્હી, તા. ૨૬ : ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી ઇશર જજ આહલુવાલિયાનું શનિવારે ૭૫ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ બ્રેઇન કેન્સરથી પીડિત હતાં. ઇશર જજ આહલુવાલિયા એ મોન્ટેક સિંહ આહલુવાલિયાના પત્ની છે. મોન્ટેકસિંહ પણ પ્રખ્યાત અર્થશાસ્ત્રી તેમજ કોંગ્રેસના શાસનકાળમાં યોજના પંચના ડેપ્યુટી ચેરમેન હતા. તેઓ બ્રેઈન કેન્સરથી પીડિત હતા. ઇશર જજે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પીએચડી કરી હતી. તેમણે બી.એ. (ઇકો ઓનર્સ) પ્રેસીડેન્સી કોલેજ, કલત્તામાંથી કરી હતી. ત્યાર બાદ તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એમએ કર્યું હતું.  તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં ઇશર જજ આહલુવાલિયાએ ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશનના ચેરપર્સન પદેથી રાજીનામું આપ્યુ હતુ. તેમનું સંશોધન શહેરી અને ઔદ્યોગિક વિકાસ અને મેક્રો-આર્થિક સુધારણા ઉપર કેન્દ્રિત છે.

ઇશર જજ *તમામ કેન્સર પૈકીના સૌથી મુશ્કેલ* ગ્રેડ ૈંફ ગિલોબ્લાસ્ટોમાથી પીડાતા હતા.. સામન્ય બોલચાલની ભાષામાં તેને બ્રેન કેન્સર કહે છે.

(10:24 pm IST)