Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ભારત ચીન પર અચાનક જ હુમલો કરી શકે : ચીન

અવરચંડા ચીનની વધુ એક આડોડાઈ : ભારતને એલએસી પર ૫૦૦૦૦ સૈનિકોની જરૂર હોય છે, ૧ લાખ સૈનિકને સરહદ પર મોકલી આપ્યાનો દાવો

બેઈજિંગ, તા. ૨૬ : ચીન લદ્દાખ સરહદે રોજેરોજ કોઈને કોઈ અડપલું કરી રહ્યું છે. બીજી તરફ, તેનું મીડિયા અને નિષ્ણાતો પણ ભારતને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચીનના અખબારે ચીનના લશ્કરી નિષ્ણાતોને ટાંકીને એવો અહેવાલ પ્રકાશિત કર્યો છે કે, લદ્દાખ મોરચે ભારતે પોતાના સૈનિકોની સંખ્યા બમણી કરી નાંખી છે અને એટલે ડ્રેગને કોઈ પણ સમયે ભારતના અચાનક હુમલા માટે તૈયાર રહેવું પડશે.  ચીનના નિવૃત્ત લશ્કરી અધિકારી વોન્ગ હોન્ગુઆંગને ટાંકીને કહેવાયુ છે કે, ભારતને એલએસી પર ૫૦૦૦૦ સૈનિકોની જ જરૂર હોય છે પણ તેણે એક લાખ સૈનિકોને સરહદ પર મોકલી આપ્યા છે.જેમાંથી મોટાભાગના ચીનના વિસ્તારોથી માંડ ૫૦ કિલોમીટર દુર તૈનાત છે. તેઓ ગણતરીના કલાકોમાં ચીનની સરહદમાં પ્રવેશી શકે છે.

ઈસ્ટર્ન થિએટર કમાન્ડના પૂર્વ ડેપ્યુટી કમાન્ડર રહી ચુકેલા વોન્ગે કહ્યુ છે કે, નવેમ્બર પહેલા ચીન ઢીલ મુકી શકે તેવી સ્થિતિ માં નથી.વોન્ગે આ નિવેદન એવા સમયે આપ્યુ છે જ્યારે બંને દેશોના લશ્કરી અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે

(9:12 pm IST)