Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

૨૦ લાખ લોકોના થઇ શકે છે મોત

WHOની ચેતવણીઃ ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

જો સંક્રમણને રોકવાના ઉપાયો ઝડપથી કરવામાં આવશે નહીંં તો કોરોના વાયરસના કારણે વૈશ્વિક મૃત્યુ દર બમણો થઇ શકે છે

નવી દિલ્હી, તા.૨૬: શુક્રવારના અમેરિકામાં કોરોના વાયરસના સાત મિલિયન નો આંક પાર થયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ચિંતા વ્યકત કરી છે. WHOએ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. જો સંક્રમણને રોકવાના ઉપાયો ઝડપથી કરવામાં આવશે નહીં તો કોરોના વાયરસના કારણે વૈશ્વિક મૃત્યુ દર બમણો થઇ શકે છે.

ડબ્લ્યૂએચઓના ઇમરજન્સી ડિરેકટર માઈકલ રેયન એ કહ્યું, કોરોના વાયરસ આવ્યા બાદ અત્યાર સુધીમાં એક મિલિયન (૧૦ લાખ) લોકોના મૃત્યુની પહેલાથી જ એક ભયાનક સંખ્યા છે અને આપણે તેને કંટ્રોલ કરવા માટે ધ્યાન આપવાની જરૂરીયાત છે. આ પહેલા કે આપણે બે મિલિયન (૨૦ લાખ) પર પહોંચીએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આપણે તે નંબર (બે મિલિયન)થી બચવા માટે સામૂહિક રીતે પ્રયાસ કરવા માટે તૈયાર છીએ?

જોન્સ હોપકિંસ યુનિવર્સિટીના કોવિડ-૧૯ લાઇવ ટ્રેકર અનુસાર શુક્રવારના અમેરિકા કોરોના વાયરસથી ૭૦ લાખ આંકડાને પાર કરી ગયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં હવે કોરોના વાયરસ ૭,૦૦૫,૭૪૬ કેસ છે. જે દુનિયામાં સૌથી વધારે છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ૨,૦૩,૨૪૦ લોકોના મોત થયા છે. બોરિસ જોહનસન સરકારએ મંગળવારના કોરોનાના વધતા કેસનો સામનો કરવા માટે નવા પ્રતિબંધોની જાહેરતા કરી હતી. ત્યારબાદ શુક્રવારના UKમાં ૬,૮૭૪ નવા કોરોના વાયરસના કેસ એક દિવસમાં આવ્યા, જે મહામારીની શરૂઆત બાદ અત્યાર સુધીની સૌથી મોટી દૈનિક વૃદ્ઘિ છે.

(3:40 pm IST)