Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ભારત સહિત દુનિયાના અનેક દેશોને ગુલામ બનાવનાર બ્રિટિશ કંપની

ઈસ્ટ ઇન્ડિયાનું સુકાન ગુજરાતી ઉદ્યોગપતિ સંજીવ મહેતાના હાથમાં

સંજીવ મહેતાએ ૨૦૦૫માં કંપનીમાં એન્ટ્રી કરી હતી

લંડન, તા.૨૬: ભારત સહિત દુનિયાના અનેક મોટા હિસ્સા પર લાંબા સમય સુધી રાજ કરનારી કંપની, જેની પાસે કયારેક લાખોની ફોજ હતી. પોતાની ગુપ્તચર એન્જસી હતી, તેમજ દેશોમાંથી ટેકસ વસૂલ કરવાનો અધિકાર હતો. હવે આ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક એક ભારતીય ઉદ્યોગપતિ બન્યા છે. કંપનીના નવા માલિક સંજીવ મહેતા છે, જે ભારતીય મૂળના મોટા ઉદ્યોગપતિ છે. અને સંજીવ મહેતા એક ગુજરાતી સાહિસક છે.

ઉલ્લેખનીય છે કે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ૧૬૦૦ માં થઈ હતી. તે સમયે એલિઝાબેથ પ્રથમ બ્રિટનના મહારાણી હતા. તેઓએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને એશિયામાં કારોબાર કરવાની છૂટ આપી હતી. શરૂઆતમાં કંપની ભારતથી યુરોપમાં મસાલા, ચા અને અસાધારણ વસ્તુઓ મંગાવતી હતી. કંપનીએ પોતાનો મોટાભાગનો કારોબાર ભારતીય ટાપુઓ અને ચીનમાં ફેલાવ્યો હતો. કંપની અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો પૂર્વના દેશોમાંથી પશ્ચિમમાં મોકલવા લાગી હતી.

૧૮૫૭ની ક્રાંતિ બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપની વિખેરાઈ ગઈ હતી. કેમ કે, તે સમયે કંપનીના સૈનિકોએ બ્રિટન અને અંગ્રેજોની વિરુદ્ઘ બગાવત કરી હતી. પરંતુ તેના છતા કંપનીનું અસ્તિત્વ બની રહ્યું હતું. આજે પણ આ કંપની દુનિયાભરની યાદ અને ઈતિહાસના પાનામાં નોંધાયેલ છે.

ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઓળખ તે સમયે એક દમનકારી કંપની તરીકે થઈ હતી. જે હિન્દુસ્તાનીઓનું ઉત્પીડન કરતી હતી. વર્ષ ૨૦૦૩માં શેર ધારકોના એક ગ્રૂપે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખરીદી હતી. તેઓએ એકવાર ફરીથી ચા અને કોફી વેચવાનો કારોબાર શરૂ કર્યો હતો.

ભારતીય ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી સંજીવ મહેતાએ ૨૦૦૫માં કંપનીમાં એન્ટ્રી કરી હતી. કંપનીને લકઝરી ટી, કોફી અને ખાદ્ય પદાર્થોના વેપારમાં એક નવી બ્રાન્ડ બનાવીને કંપનીને નવી ઓળખ આપી હતી. કંપનીના માલિક સંજીવ મહેતાના જણાવ્યા અનુસાર, આ કંપનીએ કયારેય દુનિયા પર રાજ કર્યું હતું, આજે તેના માલિક હોવા પર એક ભારતીય તરીકે તેઓને ગર્વ અનુભવાય છે.

મહેતાએ નવી ઓળખ સાથે કંપનીનો પહેલો સ્ટોર લંડનના ધનવાન લોકોના વિસ્તાર કહેવાતા મેફેરમાં શરૂ કર્યો હતો. નવા માલિક સંજીવ મહેતાનું કહેવું છે કે, ભલે આ કંપની કયારેક પોતાની આક્રમકતા માટે પ્રખ્યાત હતી, પરંતુ આજે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઓળખ એક સંવેદનશીલ કંપનીના રૂપમાં છે.

૮ સપ્ટેમ્બરના રોજ સંજીવ મહેતાએ આ કંપનીના આર્મ્સ સેકટરમાં કામ શરૂ કર્યું. બાદમાં કંપનીએ ટેકસાસમાં સિક્કા બનાવવાનું કામ શરૂ કર્યું. આવામાં કંપનીના શેર ખરીદવાનો મતલબ મહેતા માટે બહુ જ ભાવપૂર્ણ હતો. કેમ કે, આ કંપનીએ કયારેક ભારતને ગુલામ બનાવ્યો હતો, અને લાખો દેશવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

(3:36 pm IST)
  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો આજે જન્મદિવસ : 26 સપ્ટે.1932 ના રોજ પંજાબમાં જન્મ થયો હતો : 2004 થી 2014 ની સાલ દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે ફરજ બજાવી હતી : ચોમેરથી શુભ કામનાઓનો વરસી રહેલો ધોધ access_time 12:09 pm IST

  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST