Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

મુંબઇમાં દાખલ થતાં વેંત ટોલટેકસમાં ૫ થી ૨૫ રૂ.નો વધારો હવે ચુકવવો પડશે

 મુંબઈના વાશી, મુલુંડ, એલબીએસ માર્ગ, એરોલી અને દહિસર ટોલ નાકા ઉપર ૧ ઓકટોબરથી ટોલ ટેકસમાં પાંચથી પચીસ રૂપિયા વધારે ચૂકવવા પડશે.

 મુંબઈની એન્ટ્રી-દરેક એન્ટ્રી પોઈન્ટ પર કાર પર લેવાતો ટોલ ટેકસ ૩૫ રૂપિયાથી વધારીને ૪૦ કરાયો છે.  ૧ ઓકટોબરથી લાગુ થનારા નવા દર પ્રમાણે મિનિ બસધારકોએ અત્યારના ૪૫ રૂપિયા સામે ૬૫ રૂપિયા ટોલ ચૂકવવો પડશે. એવી જ રીતે બસ અને ટ્રકધારકોએ અત્યારના ૧૦૫ રૂપિયા સામે ૧૩૦ રૂપિયા ટોલ ભરવાનો રહેશે. ટોલના આ દર ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી યથાવત રહેશે.

 રાજય સરકારના નોટિફિકેશન મુજબ ફ્લાયઓવર, બ્રિજ, સબવે તથા રોડ ડેવલપમેન્ટ અને મેઈઇન્ટેનન્સના ખર્ચમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે દર ત્રણ વર્ષે ટોલ ટેકસમાં વધારો કરવો પડે છે.

(2:56 pm IST)