Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ભારતીય બેંકોની હાલત સુધરવામાં લાગશે ૩ વર્ષ

બેંકોની નબળી હાલત માટે કોરોના જવાબદાર : રેટીંગ એજન્સી એસએન્ડપીનું અનુમાન

મુંબઇ,તા. ૨૬: ભારતીય બેંકીંગ સીસ્ટમ પર રેટીંગ એજન્સી એસએન્ડપીએ એક અનુમાન બહાર પાડ્યું છે. રેટીંગ એજન્સીનું કહેવુ છે કે કોરોના મહામારીના કારણે બગડેલી ભારતીય બેંકોની હાલત સુધરવામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષથી વધારે સમય લાગશે.

એજન્સીએ કહ્યુ છે કે રિકવરી બાબતે ભારત અન્ય દેશોની સરખામણીમાં સૌથી નીચે રહેશે.

એજન્સીએ ભારતીય બેંકો અને નોન બેંકીગ ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટયુશન (એનબીએફઆઇ)ને નેગેટીવ રેકીંગ આપ્યું છે કેમ કે કોરોના મહામારીના કારણે ઉભી થયેલ પરિસ્થિતીથી બેંકોનું ઓપરેશન ધીમુ થયું છે. એજન્સીનું એવું પણ કહેવું છે કે બેંકોના વધી રહેલ એનપીએ સામે નિપટવાના પ્રયાસો પણ કરવા પડશે.

એજન્સીનું કહેવું છે કે, ભારત, મેકિસકો અને દક્ષિણ આફ્રિકામાં કોવિડ સ્તરની રિકવરી માટે ૨૦૨૩ સુધી રાહ જોવી પડી શકે છે. ખરાબ બેકિંગ સ્થિતીનું એક મોટું કારણ વધી રહેલ એનપીએ પણ છે.

જે ભારતમાં ૩૦ જૂન સુધીમાં ૮.૪૨ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં રીકવરી કરવી વધારે અઘરી બનશે. જે દેશોમાં રિકવરીમાં ૨૦૨૩ અથવા તેનાથી પણ વધારે સમય લાગે તેમ છેે. તેવા દેશોમાં ભારત સહિત અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની, સ્પેન, ઇટલી, જાપાન, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, ઇન્ડોનેશીયા અને રશિયા સામેલ છે. જ્યારે ચીન, કેનેડા, સિંગાપુર, હોંગકોંગ, દક્ષિણ કોરીયા અને સાઉદી અરબ જેવા દેશોની બેકીંગ સીસ્ટમ ૨૦૨૦માં જ રિકવર થઇ જશે.

(2:55 pm IST)