Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

આવતા મહિનાથી એર ઇન્ડીયા અબુ ધાબી - દુબઇની ફલાઇટ ઉડાડશેઃ બુકિંગ શરૃઃ શીડયુલ જાહેર

લખનૌ તા.ર૬ : સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડીયાની  એર એરલાઇન્સ કંપની એરલાઇન્સ આવતા મહિનાથી લખનૌ દુબઇ અને અબુધાબી માટે નવી ફલાઇટ શરૂ કરવા જઇ રહી છે. ચેલેન્જર્સ આ માટે ફલાઇટનું બુકીંગ શરૂ કરાવી રહી છે. તેમ જાહેરાત કરાઇ છે.

એરલાઇન્સ એરે આનુ શીડયુલ પણ જાહેર કરી દીધુ છે, ટિકીટનું બુકીંગ એર ઇન્ડીયા એકસ્પોની વેબસાઇટ, કોલ સેંટર, સીટી ઓફિસ તથા ઓથોરાઇઝડ ટ્રાવેલ એજન્ટ મારફત બુકીંગ થઇ શકે છે.

લખનૌથી દુબઇ માટે ફલાઇટ ઓકટોબર મહિનાની ૩, પ, ૧૦, ૧ર, ૧૭, ૧૯ અને ર૪ તારીખે ઉપડશે  તો અબુ ધાબી માટે ફલાઇટ ઓકટોબર મહિનાની પ, ૧ર, ૧૯ તારીખે ઉપડશે.

(2:54 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ :એક્ટીવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 88,691 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,90,513 થઇ : 9,56,491 એક્ટીવ કેસ : વધુ 92,312 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 49,38,641 રિકવર થયા : વધુ 1123 લોકોના મોત સાથે મૃત્યુઆંક 94,533 થયો access_time 1:03 am IST

  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST

  • ચીનની હુઆવે રિસર્ચ લેબોરેટરીમાં ભીષણ આગ : લેબોરેટરી બિલ્ડિંગમાંથી નીકળતા ધુમાડાના ગોટાઓ આકાશને આંબ્યાં : અનેક ફાયર બ્રિગેડ આગ બુઝાવવાની કામગીરીમાં : 3 મોત : આગના કારણ અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી access_time 1:08 pm IST