Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

આત્મનિર્ભર ભારત તરફ વિરાટ કદમ : DRDO બનાવશે પિનાકા મિસાઇલ

સ્વદેશી સાધનો વડે પિનાકા મિસાઇલ મોટે પાયે બનાવવાના વિરાટ કાર્યનો આરંભ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ ઘરઆંગણે સ્વદેશી સાધનો વડે પિનાકા મિસાઇલ મોટે પાયે બનાવવાના વિરાટ કાર્યનો આરંભ કર્યો હતો. એ પોતે તૈયાર કરેલી તમામ વિગતો ધ ડાયરેક્ટોરેટ ઑફ ક્વોલિટી એસ્યોરન્સ (DGQA)ને મોકલી આપી હતી.

દેશના સંરક્ષણ માટે બનતી તમામ ચીજોની ગુણવત્તા ચકાસવાનું કામ DGQA કરે છે. એટલે કોઇ પણ નવું શસ્ત્રાસ્ત્ર બનાવવા અગાઉ એની સંપૂર્ણ વિગતો DGQAને મોકલવી જરૂરી હોય છે. આ વિગતોમાં પિનાકા મિસાઇલ, મિસાઇલ લોન્ચર્સ, બેટરી કમાન્ડ પોસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

પિનાકા એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રૉકેટ સિસ્ટમ છેય એની રેંજ સાડા સાડત્રીસ કિલોમીટરની છે. પિનાકા રૉકેટ્સ મલ્ટિ બેરલ રૉકેટ લોન્ચર્સ દ્વારા છોડવામાં આે છે. માત્ર 44 સેકંડમાં આ રૉકેટ લોન્ચર 12 રૉકેટ્સ છોડી શકે છે જે ટાર્ગેટને વીંધી નાખે છે. તાજેતરમાં DRDOએ મહારાષ્ટ્રના અહમદનગર વિસ્તારની ફાયરીંગ રેંજમાં લેઝર સંચાલિત એક એન્ટી ટેન્ક મિસાઇલનો સફળ અખતરો કર્યો હતો. આ મિસાઇલ ચાર કિલોમીટર દૂરના ટાર્ગેટને વીંધી શકે છે એમ આ મિસાઇલ વિશે બોલતાં એક પ્રવક્તાએ કહ્યું હતું. અહમદનગરમાં આવેલા આર્મ્ડ કોર સેન્ટર એન્જ સ્કૂલની કેકે રેંજમાં ચાલુ માસની 23મીએ અર્જુન ટેંક વડે આ એન્ટી ટેન્ક મિસાઇલનો પ્રયોગ કરાયો હતો. આ પ્રયોગને સફળતા મળી હતી.

ભારતીય લશ્કરના પ્રવક્તાએ કહ્યું હતું કે લેઝ સંચાલિત એન્ટી ટેંક મિસાઇલથી લશ્કરની યુદ્ધ શક્તિમાં સારો એવો વધારો થઇ શકે છે. અર્જુન ટેંક પણ DRDO દ્વારા બનાવવામાં આવી હતી. એ મુખ્ય લડાયક ટેંક ગણાય છે. મહારાષ્ટ્રનાપૂણે શહેરમાં આવેલી વીપન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ એન્ટી ટેન્ક મિસાઇલ તૈયાર કરવામાં આવી હતી.

(1:39 pm IST)