Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

બિહાર ચૂંટણી મહાસંગ્રામ

પીએમની પરીક્ષા.. રામ મંદિર શિલાન્યાસ- કોરોના મહામારી બાદ પ્રથમ ચૂંટણીઃ જીત અપાવી શકશે?

પટણા, તા.૨૬: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો ઘણા મહત્વપુર્ણ સવાલોના જવાબ આપશે. આ ચૂંટણી એવા સમયે થઇ રહી છે જયારે રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચુકયું છે અને તે ઉપરાંત કોરોના મહામારી સાથે નિપટવા હાલમાં જ સંસદમાં પસાર થયેલ કૃષિ અને શ્રમ સાથે સંકળાયેલા ખરડાઓના કારણે દેશમાં રાજકીય પારો ઉપર ચડેલો છે. ચુંટણીના પરિણામો દર્શાવશે કે આ મહત્વપૂર્ણ મુદાઓ જનાદેશ કોની સાથે છે.

ચૂંટણીનો મુખ્ય મુદો મહામારી છે. લોકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોએ અમાનવીય સ્થિતિમાં પલાયન કરવું પડયું હતું. પલાયન કરનાર પ્રવાસી મજૂરોમાં સૌથી વધારે બિહારના હતા. મહામારી સામે નિપટવાનો કેન્દ્રની પધ્ધતિ બાબતે મોદી સરકારની સાથે બિહાર સરકાર પણ વિપક્ષોના નિશાન પર છે. વિપક્ષે કેન્દ્ર પર યોગ્ય પ્રબંધન કરી શકવાના આક્ષેપો કરી રહ્યા છે.

અત્યારે કૃષિ વિધેયક દેશવ્યાપી ચર્ચાનો મહત્વનો મુદો બનેલ છે. રાજય સભામાં વિધેયક પાસ કરાવતી વખતે હંગામો અને દેશમાં ખેડૂતો દ્વારા શરૂ કરાયેલ આંદોલનોએ તેને મોટો મુદો બનાવી દીધો છે. હવે પરિણામો જણાવશે કે જનાદેશ કોની સાથે છે.

લોકસભાની ચુંટણી પછી જે ચાર રાજયોમાં ચૂંટણીઓ થઇ છે ત્યાં ભાજપનું પ્રદર્શન સારૂ નથી રહ્યું. આ રાજયોમાં લોકસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપના મતોમાં ૨૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. તો હરિયાણામાં ગઠબંધન સરકાર છે. જયારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તો સત્તા પણ ગુમાવવી પડી હતી. દિલ્હીમાં તમામ કોશિષો પછી પણ તે આપ પાર્ટીને પડકાર નથી આપી શકી, હવે બિહાર ભાજપા માટે પાંચમો પડકાર છે. પક્ષે સાબિત કરવું પડશે કે લોકસભા ચૂંટણીની જેમ વિધાનસભામાં પણ તેનો દબદબો એવોને એવો જ છે.

(1:03 pm IST)