Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સમગ્ર યુનાઇટેડ આરબ અમિરાતમાં ટુરિસ્ટ વીઝા આપવાનું શરૂ થયું

અબુધાબી માટે ૧૪ દિ'ફરજીયાત કોરન્ટાઇન

અબુધાબી સહિત યુનાઇટેડ આરબ અમિરાતના તમામ દેશોએ ગઇકાલથી ટુરીસ્ટ વીઝા આપવાનું શરૂ કરી દીધેલ છે. જો કે અબુધાબી માટે ૧૪ દિવસ હોમ અથવા હોટલ કોરન્ટાઇન ફરજીયાત રહેશે. અબુધાબીમાં આ ૧૪ દિ'ના કવોરન્ટાઇન દરમિયાન હાથ ઉપર  'ઇલેકટ્રોનીક રીસ્ટ બેન્ડ' પહેરવાનું ફરજીયાત રહેશે.

દુબઇ માટે કોઇ ફેરફારો નથી. દુબઇમાં જુન મહિનાથી ટુરીસ્ટોને  આવવાની છુટ અપાયેલ છે.

(1:00 pm IST)