Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

મુંબઇમાં અત્યાર સુધીમાં ૧૪૭ ઇંચથી વધુ વરસાદ પડી ગયો

મહત્તમ વરસાદ ૧૯૫૮માં ૧૫૦ ઇંચ પડયો હતો

મુંબઇ, તા.૨૬: મોડે મોડે મુંબઈમાં પ્રવેશ કરવાના ચોમાસાએ આ વર્ષે અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે. ૨૦૨૦ની સાલનું ચોમાસું મુંબઈના ઈતિહાસમાં બીજા નંબરનું સૌથી ભીનું ચોમાસું રહ્યું હોવાનું ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું હતું. બુધવારે પડેલો વરસાદ એ મુંબઈમાં ૨૬ વર્ષનો ૨૪ કલાકનો સૌથી સર્વોત્ત્।મ વરસાદ રહ્યો હતો. ભારતીય હવામાન ખાતાની સાંતાક્રુઝ વેધશાળાના રેકોર્ડ પ્રમાણે મુંબઈમાં મંગળવારથી ગુરુવાર સવાર સુધીના ૪૮ કલાક દરમિયાન ૩૯૫.૨ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. આ વર્ષનો મોસમનો અત્યાર સુધી કુલ ૩,૬૭૯.૮ મિ.મી. જેટલો વરસાદ પડી ચૂકયો છે, જયારે ૨૦૧૯ની સાલમાં ૩,૬૭૦ મિ.મી. જેટલો વરસાદ પડ્યો હતો. મુંબઈમાં અત્યાર સુધીમાં મોસમનો સૌથી સર્વોત્તમ વરસાદ ૧૯૫૮ની સાલમાં પહેલી જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ ૩,૭૫૯.૭ મિ.મી. જેટલો પડ્યો છે. મુંબઈમાં ચોમાસાની વિદાયને સત્ત્।ાવાર રીતે હજી થોડી વાર છે ત્યારે ૧૯૫૮ની સાલના રેકોર્ડને તોડવા માટે હજી ૮૦ મિ.મી. જેટલો વરસાદ ઓછો પડે છે. ગયા વર્ષે એટલે કે ૨૦૧૯ની સાલમાં ૩,૬૭૦.૪ મિ.મી. જેટલો વરસાદ પડયો હતો.

(10:28 am IST)