Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વડા પ્રધાન કરતાં ઘણો વધારે પગાર મેળવે છે કેટલાકCM

પીએમ નરેન્દ્ર મોદીની સેલેરી ૧ લાખ ૬૦ હજાર રૂપિયા પ્રતિ મહિનો છે બીજી તરફ કેટલાક રાજયોના મુખ્યમંત્રીઓની સેલેરી ૪ લાખ રૂપિયા કે તેનાથી વધારે છે

નવી દિલ્હી,તા.૨૬ :  સંઘીય શાસન વ્યવસ્થામાં પ્રધાનમંત્રી વધારે શકિતશાળી ગણાય છે. તે દેશના નેતા છે. તે નેતા જેમની સરકાર દેશ ચલાવે છે. નીતિ બનાવે છે અને જરૂર પડે તો રાજયોના મામલામાં સલાહ પણ આપે છે. જોકે અધિકારોના હિસાબે એક મુખ્યમંત્રી પોતાના રાજયમાં સૌથી શકિતશાળી નેતા હોય છે, તે રાજય સરકારના મુખીયા છે. સામાન્ય રીતે લોકોનું માનવું હોય છે કે દેશમાં સૌથી વધારે સેલેરી રાષ્ટ્રપતિની હોય છે. આ પછી પ્રધાનમંત્રીનો નંબર આવે છે પણ આવું નથી. ઘણા રાજયોના મુખ્યમંત્રીઓની સેલેરી પીએમથી વધારે છે. આ આશ્ચર્યકારક છે પણ હકીકત છે

 ઘણા રાજયોના મુખ્યમંત્રી ભારતના પ્રધાનમંત્રી કરતા વધારે સેલેરી મેળવે છે. કેટલાક મુખ્યમંત્રીને અઢી ગણી વધારે છે. જયારે દેશ આઝાદ થયો ત્યારે પ્રધાનમંત્રીની સેલેરી નક્કી ન હતી. જયારે જવાહરલાલ નેહરૂ દેશના પ્રધાનમંત્રી બન્યા તો મોટો મુદ્દો હતો કે તેમની સેલરી શું હશે. કેબિનટના ઘણા મંત્રીઓને લાગતું હતું કે જે રીતે બ્રિટનના પ્રધાનમંત્રી પોતાના કેબિનેટ મંત્રીઓની સરખામણીમાં ડબલ સેલેરી અને અન્ય સુવિધાઓ મેળવે છે તો તેવું ભારતમાં થવું જોઈએ.

ત્યારે દેશમાં કેબિનેટ મંત્રીઓની સેલેરી ૩૦૦૦ રૂપિયા પ્રતિ મહિના હતી. જયારે કેબિનેટના વરિષ્ઠ સભ્ય એન ગોપાલસ્વામી આયંગરે સંસદમાં પીએમની સેલેરી ડબલ કરવાની સલાહ આપી હતી. જોકે નહેરૂએ તેનો વિરોધ કર્યો હતો. આખરે નેહરૂએ સેલેરી ૩૦૦૦ રૂપિયા લેવાનો સ્વીકાર કર્યો હતો. જોકે આ પછી પ્રધાનમંત્રીની સેલેરીને લઈને ઘણી વખત સંધોધન થતા રહ્યા છે. તાજા આંકડા પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદીની સેલેરી ૧ લાખ ૬૦ હજાર રૂપિયા પ્રતિ મહિનો છે. બીજી તરફ કેટલાક રાજયોના મુખ્યમંત્રીઓની સેલેરી ૪ લાખ રૂપિયા કે તેનાથી વધારે છે.

 તેલંગાણા રાજયના મુખ્યમંત્રીનો પગાર ૪ લાખ ૧૦ હજાર રૂપિયા પ્રતિ મહિના છે. મુખ્યમંત્રીઓની સેલેરી લિસ્ટમાં આ સૌથી મોટો આંકડો છે. આ પછી દિલ્હીના સીએમનો નંબર છે. જેમની સેલેરી ૩ લાખ ૯૦ હજાર રૂપિયા છે. ગુજરાતના સીએમની સેલરી ૩.૨૧ લાખ રૂપિયા મહિનો છે. ઉત્ત્।ર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓની સેલરી ૩ લાખ રૂપિયા પ્રતિ મહિના છે. સીએમની સેલેરી પ્રમાણે આ રાજયો ટોપ સાતમાં છે.

 બે લાખથી વધારે અને ત્રણ લાખ રૂપિયા પ્રતિ મહિના સેલેરી મેળવનાર મુખ્યમંત્રીઓના લિસ્ટમાં હરિયાણા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્ત્।ીસગઢ, પંજાબ, ગોવા, બિહાર, પશ્યિમ બંગાળ, તમિલનાડુ અને કર્ણાટક રાજયોના સીએમ સામેલ છે. સૌથી ઓછી સેલેરી ત્રિપુરાના સીએમને મળે છે. જે એક લાખ પાંચ હજાર પાંચસો રૂપિયા છે. મુખ્યમંત્રીઓની સેલેરી રાજયની વ્યવસ્થા અને રાજસ્વની સ્થિતિ સાથે જોડાયેલો મામલો છે. દેશના સંવિધાનના આર્ટિકલ ૧૬૪માં આ વિચાર છે કે મુખ્યમંત્રીઓની નિયુકિત રાજયપાલ દ્વારા કરવામાં આવે છે. રાજયની વિધાનસભાના નિર્વાચિત ધારાસભ્યો અને ધારાસભ્ય દળના નેતાના સેલેરીના રકમેને લઈને નિર્ણય લઈ શકે છે

(10:14 am IST)