Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

રિયાએ પોતાનો સમાન (ડ્રગ્સ) મંગાવ્યો હતો જે મારા ઘરે હતો : હું ડ્રગ્સ સેવન કરતી નથી : NCBની પૂછપરછમાં રકૂલપ્રિતનો ખુલાસો

ડ્રગ્સ અંગે વોટ્સએપ ચેટ કર્યાની વાત કબૂલી : દિપીકા અંગે NCBને મળી મહત્વની માહિતી

મુંબઇઃ સુશાંત સિંહ મોત કોસના ડ્રગ્સ એન્ગલમાં  NCBએ અભિનેત્રી રકૂલપ્રિતસિંહની 4 કલાક સુધી પુછપરછ કરી હતી. જેમાં તેણે 2018માં રિયા ચક્રવર્તી સાછે ડ્રગ્સ અંગે વોટ્સએપ ચેટ કર્યાની વાત કબૂલી છે. જોકે તેણે ડ્રગ્સ સેવન કર્યાનો ઇનકાર કર્યો છે.29 વર્ષીય રકૂલપ્રિત સિંહ શુક્રવારે સવારે કોલાબાના એનસીબી ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી.તેણે બોલીવૂડના ડ્રગ્સ સાથેના સંબંધ મામલે રકૂલને બોલાવી હતી.રકૂલપ્રિતે પુછપરછમાં જણાવ્યું કે રિયા સાથેની ડ્રગ ચેટમાં રિયા પોતાનો સામાન મંગાવી રહી હતી. આ સામાન (એટલે ડ્રગ) મારા ઘરે હતો.

 સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પુછપરછમાં રકૂલનું નામ બહાર આવ્યુ હતું. રિયા હાલ ન્યાયિક અટકાયતમાં છે. એનસીબીએ પહેલેથી જ આ મામલે ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે.અગાઉ રકૂલપ્રિત)ને ગુરુવારે જુબાની નોંધાવવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ શરુમાં રકૂલની ટીમે એવું કહ્યું હતું કે એનસીબી તરફથી તેમને સમન્સ મળ્યો નથી. ગુરુવારે એનસીબીના અધિકારી રકૂલની પાસે ગયા, ત્યાર બાદ તેમણે કહ્યું કે સમન મળી ગયો છે.

રકૂલપ્રિત ઉપરાંત એનસીબીએ અભિનેત્રી દીપિકા પદૂકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશને પુછપરછ માટે બોલાવી છે. સાથે ધર્મા પ્રોડક્શનના કારોબારી નિર્માતા ક્ષિતિજ રવિને પણ બોલાવ્યો છે.એનસીબીના અધિકારીએ જણાવ્યું કે એનસીબીની ટીમે ગુરુવારે વર્સોવામાં રવિના ઘરે દરોડો પાડ્યો હતો. તેમણે કહ્યું કે ટીમે એક ટીવી સ્ટાર દંપત્તિના ઘરે તપાસ કરી હતી. તેમની પણ એનસીબીએ પુછપરછ કરી છે

સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સ એન્ગલમાં NCBને મહત્વની માહિતી મળી છે. જે મુજબ બોલીવૂડ સેલિબ્રિટીઓમાં ડ્રગ્સ માટે જે ગ્રૂપમાં ચેટિંગ થતું હતું, તેની એડમિન દિપીકા પદૂકોણ છે. NCB સૂત્રોએ જણાવ્યું કે આ ગ્રૂપ 2017માં રચાયું હતું. જેમાં દિપીકા ઉપરાંત તેની મેનેજર કરિશ્મા પ્રકાશ અને જયા શાહ હતા. આ ગ્રુપ દ્વારા જ દિપીકા અને કરિશ્મા ડ્રગ્સ અંગે વાતચીત કરી રહી હતી.

(8:41 am IST)
  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST

  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST

  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST