Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

આસામાના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇ આઇસીયુમાં દાખલ, ગયા મહિને કોવિડ-૧૯ થી સંક્રમિત થયા હતા

નવી દિલ્હી :  આસામાના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇને ઓકસીજનના સ્તરમાં કર્મીની ફરીયાદને લઇ ગુવાહાટી મેડીકલ કોલેજ હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા ગોગોઇ ગયા હનિે કોવિડ-૧૯ પોઝીટીવ થયા હતા જી.એમ.સી.એમ. ના અધિક્ષક ડોકટર અભિજીત શર્માએ કહ્યું કોવિડ-૧૯ સંક્રમણ પછી થોડા રોગીઓમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહેતી હોય છે. ગોગોઇની હાલત સ્થિર છે.

(8:43 am IST)
  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST

  • ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ૪૫% નવા ચહેરાઓ : નવી ટીમની જાહેરાત કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા રાષ્ટ્રીય ભાજપની નવી ટીમની અત્યારે બપોરે ૩:૧૫ પછી જાહેરાત કરી રહ્યા છે જેમાં ૪૫ ટકા નવા ચહેરાઓ છે : જે.પી. નડ્ડાએ સમગ્ર ટીમમાં આમુલ ફેરફારો કર્યા છે : વિગતો જાહેર થઈ રહી છે (ન્યુઝફર્સ્ટ) access_time 3:11 pm IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો આજે જન્મદિવસ : 26 સપ્ટે.1932 ના રોજ પંજાબમાં જન્મ થયો હતો : 2004 થી 2014 ની સાલ દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે ફરજ બજાવી હતી : ચોમેરથી શુભ કામનાઓનો વરસી રહેલો ધોધ access_time 12:09 pm IST