Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

યુ.એસ.માં સાઉધર્ન કેલિફોર્નિયા કોલેજ બોર્ડ ટ્રસ્ટીઝની 5 ઓક્ટોબરના રોજ ચૂંટણી : ઇન્ડિયન અમેરિકન મહિલા શિક્ષણવિદ સુશ્રી આરતી કૌશલ મેદાનમાં

કેલિફોર્નિયા : યુ.એસ.માં  સાઉધર્ન કેલિફોર્નિયા કોમ્યુનિટી કોલેજ બોર્ડ ટ્રસ્ટીઝની 5 ઓક્ટોબરના રોજ ચૂંટણી થનારી છે.7 ટ્રસ્ટીઓ ધરાવતા બોર્ડના ટ્રસ્ટીની ચૂંટણીમાં એરિયા 1 સીટ ઉપરથી  ઇન્ડિયન અમેરિકન મહિલા શિક્ષણવિદ સુશ્રી આરતી કૌશલે ઉમેદવારી નોંધાવી છે.તેઓ વર્તમાન કોવિદ -19 ના સંજોગો વચ્ચે શ્રેષ્ઠ શિક્ષણ અપાવી શકવાનું આયોજન કરવા તતપર હોવાનું તથા પ્રજાની વેદનાને વાચા આપવા માંગતા હોવાનું જણાવે છે.
5 ઓક્ટોબરના રોજ આયોજિત આ ચૂંટણી ઈમેલ દ્વારા વોટિંગથી થશે.
સુશ્રી કૌશલ છેલ્લા 26 વર્ષથી શિક્ષણ ક્ષેત્ર તથા સમાજ સેવા સાથે જોડાયેલા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:29 pm IST)