Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

યુએન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇમરાનખાનના કાલના ભાષણ પર નજર હશે

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિની પહેલાથી જ સમીક્ષા : સ્થિતીની સમીક્ષા કરવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ ખીણ પહોંચ્યા : સલામતી વધુ મજબૂત બનાવાઈ

શ્રીનગર,તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય પરિષદમાં આવતીકાલે ભાષણ કરનાર છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં બંને નેતાઓના ભાષણ પર દુનિયાભરના દેશો અને લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કેવા નિવેદન કરે છે તેના ઉપર તમામની નજર છે. અમેરિકા પહોંચ્યા બાદ મોદી તમામ જગ્યાઓ ઉપર પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે. મોદી હજુ સુધી જોરદારરીતે પાકિસ્તાનને ભીંસમાં મુકવામાં સફળ રહ્યા છે. ૨૭મી સપ્ટેમ્બરના ભાષણને લઇને સ્થાનિક લોકો જુદા જુદા અંદાજો મુકી રહ્યા છે. બીજી બાજુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે ફરી એકવાર કાશ્મીર ખીણમાં પહોંચી ગયા છે. સુત્રોના કહેવા મુજબ દોભાલ કાશ્મીરમાં સ્થિતીની સમીક્ષા કરી રહ્યા છે. તેઓ સુરક્ષા પાસાની પણ સમીક્ષા કરી રહ્યા છે.

                આ વખતે  દોભાલની કાશ્મીર યાત્રા ખાસ મહત્વ રાખે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ૨૭મી સપ્ટેમ્બરના દિવસે એટલે કે આવતીકાલે સંયક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપનાર છે. તેને લઇને ખીણમાં કેટલાક પ્રકારની અફવા ફેલાયેલી છે. કેટલાક લોકોને લાગી રહ્યુ છે કે ત્યારબાદ સ્થિતી ખુબ સારી થઇ જનાર છે. બીજી બાજુ એક વર્ગને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખરાબ થવાની દહેશત સતાવી રહી છે. ૨૭મી સપ્ટેમ્બરના દિવસે થનાર ભાષણ પર તમામ લોકોની અને દુનિયાના દેશોની નજર કેન્દ્રિત થનાર છે. જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ સ્થિતીને સામાન્ય બનાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતીમાં મોદી ભાષણમાં શુ કહે છે તેના પર તમામની નજર રહેનાર છે. મસ્જિદો અને અતિમ સંસ્કારમાં ભાગ લઇ રહેલા કેટલાક સ્થાનિક લોકોનુ કહેવુ છે કે મોદી અને તેમના સમકક્ષના સંક્ત રાષ્ટ્રમાં થનાર ભાષણને લઇને દુનિયાના દેશો ઉત્સુક છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને કાશ્મીરના મોરચા પર ભારે પીછેહટ સાંપડી છે.

                    આવી સ્થિતીમાં મોદી કાશ્મીરના મુદ્દા પર જોરદાર રજૂઆત કરવા માટે તૈયાર છે. ભાષણના સંદર્ભમાં લોકોની જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, બંને દેશોએ કાશ્મીર માટે કઇ યોજના બનાવી છે તે અંગેની બાબત આવતીકાલે જાણવા મળશે. યોજનાઓને લઇને પણ લોકોની પ્રતિક્રિયાઓ આવશે. કોમ્પ્યુટર એન્જિનિયર મોહમ્મદ ફુરકાનનું કહેવું છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં મોદી અને ઇમરાનના ભાષણની સીધી અસર ખીણમાં થનાર છે. ૩૧મી ઓક્ટોબરના દિવસે સત્તાવારરીતે જમ્મુ કાશ્મીર અને લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે વિભાજિત કરવામાં આવનાર છે. દેશના અન્ય હિસ્સાઓની જેમ જ અહીં પણ તમામ કાયદા લાગૂ થનાર છે. અજીત દોભાલની આ યાત્રા ખુબ મહત્વપૂર્ણ છે. આગામી કેટલાક દિવસો ખીણમાં જ દોભાલ રહેનાર છે. પાંચમી ઓગસ્ટના દિવસે દોભાલ કાશ્મીર ખીણ પહોંચ્યા હતા ત્યારબાદ ૧૧ દિવસ કાશ્મીરમાં રોકાયા હતા.

(7:52 pm IST)