Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

મોદી સરકાર SC-ST કર્મચારીઓના EPFO ખાતામાં પૈસા નાખશેઃ ખાનગી ક્ષેત્રમાં પણ લાભ

કર્મચારી વર્ગના હીતમાં નિર્ણય : સરકારે ખાનગી કંપનીઓ પાસે એસસી-એસટી કર્મચારીઓની વિગતો માંગી

નવી દિલ્હી, તા. ૨૬ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કર્મચારીઓના હીતમાં એક પછી એક નિર્ણય લઈ રહી છે. જેનો હેતુ દેશના કરોડો કર્મચારીઓના જીવનમાં ખુશાલી લાવવાનો છે. મોદી સરકાર દિવાળી પૂર્વે પીએફના વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી છે, પછી હવે જાહેર અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા એસસી અને એસટી કર્મચારીઓના ઈપીએફઓ ખાતામાં અંશદાન કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે એક સર્વે શરૂ કર્યો છે. જેમાં ઈપીએફઓમાં અંશદાન કરનાર વિવિધ કંપનીઓના એસસી અને એસટી કર્મચારીઓની માહિતી માંગવામાં આવી છે. ખાનગી કંપનીઓને પણ તેમા સામેલ કરાઈ છે.

આ સર્વે નીતિ આયોગ દ્વારા સંચાલિત થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએફ ખાતામાં કંપની તરફથી અપાતો ફાળો પહેલાની જેમ ચાલુ રહેશે તો સરકાર એસસી-એસટી કર્મચારીઓ તરફથી ઈપીએફઓમાં ફાળો આપશે.

સરકારનું માનવુ છે કે આ પગલાથી તેઓની સ્થિતિ સુધરશે.

(10:20 am IST)