Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દિલ્હીમાંથી એલઈટી સાથે સંકળાયેલા આતંકવાદને ફંડ પૂરું પાડતા મોડ્યુલનો પર્દાફાશ:ત્રણની ધરપકડ

આ મોડ્યુલ જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદના ફલાહે-ઈન્સાનિયર ફાઉન્ડેશન સાથે સંકળાયેલું:એનઆઈએ

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશને દિલ્હીમાંથી આતંકવાદીઓને ફંડ પુરું પાડતા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે  મોડ્યુલ હાઈફ સઈદના સંગઠન ફલાહે-ઈન્સાનિયત ફાઉન્ડેશન (FIF) સાથે સંકળાયેલું હોવાનું એનઆઈએનું માનવું છે. એનઆઈએ દ્વારા ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે

  NIA  દ્વારા દિલ્હીના દરિયાગંજ, નિઝામુદ્દીન અને કુચા ઘાસિરામ વિસ્તારમાં મંગળવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને ત્યાર બાદ ત્રણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઈ છે

  NIA  જુલાઈ મહિનામાં વિદેશમાં રહેલા આતંકવાદી સંગઠનોને ફંડ પુરું પાડતા લોકો અને કાશ્મિરી અલગતાવાદીઓને ફંડ પુરું પાડતા લોકો સામે કેસ દાખલ થયો હતો, તેના સંદર્ભમાં તપાસ કરી રહી હતી

(12:54 am IST)