Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વાયુસેનાએ હવાથી હવામાં માર કરતી 'અસ્ત્ર' મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

અસ્ત્ર' મિસાઈલનું કલાઈકુન્ડા એરફોર્સ સ્ટેશનમાં સુખોઈ-30 વિમાનમાંથી પરીક્ષણ કરાયું

 

કલાઈકુન્ડા(ખડગપુર) : ભારતીય હવાઈ દળે સ્વદેશમાં નિર્મિત હવાથી હવામાં માર કરતી 'અસ્ત્ર' મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલને સુખોઈ-30 વિમાનમાંથી ફાયર કરાઈ હતી 

  'બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટૂ-એર મિસાઈલ' (BVRAAM) ટેક્નોલોજી ધરાવતી મિસાઈલનું પરીક્ષણ પશ્ચિમ બંગાળના ખડગપુર જિલ્લામાં આવેલા કલાઈકુન્ડા એરફોર્સ સ્ટેશન ખાતે પરીક્ષણ કરાયું હતું

  સંરક્ષણ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે "હવાથી હવામાં માર કરતી આ મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું હતું. મિસાઈલે તેના ટાર્ગેટ પર અત્યંત સચોટ રીતે હુમલો કરીને તેના નિર્માણનો હેતુ સિદ્ધ કર્યો હતો

(12:52 am IST)