Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

કોંગ્રેસના ''જાતિવાદ 'વાળા પોસ્ટર વાયરલ ;રાહુલ ગાંધીના નામની જગ્યાએ લખ્યું 'બ્રાહ્મણ સમુદાય '

પોસ્ટરોમાં કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓની જાતિ અને ધર્મને લખ્યો: રાહુલ ગાંધીથી લઈને ગુજરાતના નેતા શક્તિસિંહ ગોહિલ,અલ્પેશ ઠાકોર સહીતના પોસ્ટરમાં સામેલ

   નવી દિલ્હી :આગામી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓના પોસ્ટરમાં પણ પરિવર્તન થઇ રહ્યું છે તાજો દાખલો બિહારનો છે જ્યાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓના પોસ્ટર લાગ્યા છે પોસ્ટરોમાં કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓની જાતિ અને ધર્મને લખ્યો છે પોસ્ટર બિહારની રાજધાની પટનાના ઇન્કમટેક્સ ચોકમાં લગાવાયું છે શહેરની વચ્ચોવચ્ચ લાગેલ પોસ્ટર ખાસ્સું ચર્ચામાં છે

    પોસ્ટરમાં કોંગ્રેસના તમામ નેતા છે,કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી લઈને ગુજરાતના નેતા શક્તિસિંહ ગોહિલ,અલ્પેશ ઠાકોર સહીત તમામ સ્થાનિક નેતા પોસ્ટરમાં કોઈ નેતાની ફોટો સામે જાતિ તો કોઈ નેતાની ફોટો સામે તેનો ધર્મ લખ્યો છે

   કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફોટો સામે બ્રાહ્મણ સમુદાય લખ્યું છે જયારે શક્તિસિંહ ગોહિલના ફોટા સામે રાજપૂત સમુદાય જયારે અલ્પેશ ઠાકોરના ફોટો સામે પછાત સમુદાય લખ્યું છે , પોસ્ટરની ઉપરના ભાગે દેખાઈ રહેલા નેતાઓના ફોટા પર દલિત તો કોઈની ફોટો પર મુસ્લિમ લખ્યું છે

   હવે સવાલ એવો ઉઠી રહયો છે કે કોંગ્રેસ કાર્યકર્તા પ્રકારના પોસ્ટરને લગાવીને શું સંદેશ આપવા ઈચ્છે છે ?જોકે પહેલીવાર નથી બન્યું કે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રકારના પોસ્ટરો જારી કરેલ હોય, પહેલા પણ કોંગેસી કાર્યકર્તાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સૌથી મોટા શિવભક્ત અને જનોઈધારી બતાવતા પોસ્ટર લગાવ્યા હતા લોકો સવાલ કરતા થયા છે કે શું કોંગ્રેસ પાર્ટી જણાવવા માંગે છે કિએ તેની પાર્ટીમાં તમામ ધર્મ ને જાતિના લોકો સામેલ છે ?

   બીજીતરફ પોસ્ટર મીડિયામાં આવ્યા બાદ કેટલાય લોકો દ્વારા કોંગ્રેસ પાર્ટીને ટ્રોલ કરાઈ રહી છે લોકો રાહુલ ગાંધીણ નામની જગ્યાએ બ્રાહ્મણ સમુદાય લખેલું જોઈને તેને ટ્રોલ કરી રહ્યાં છે

(12:00 am IST)