Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

એસસી-એસટી માટે અનામતમાં પણ 'ક્રીમી લેયર'નો લાગૂ થશે:સુપ્રીમ કોર્ટ

અનૂસુચિમાં કોઈ પણ સમૂહ અથવા સમુદાયને એસસી-એસટીમાં સામેલ કરવામાં આવી શકે

 

નવી દિલ્હી :એસસી-એસટી માટે અનામતમાં પણ ક્રીમી લેયરનો નિયમ લાગુ થશે તેમ સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી સંવિધાનિક બેંચે વ્યવસ્થા આપી કે, સંવિધાનિક અદાલત પાસે સૌથી પછાત વર્ગોમાંથી ક્રીમી લેયર માટે કોઈ પણ પ્રકારના અનામતને ખતમ કરવાની શક્તિ નિહિત છે.

  બેંચ તરફથી જસ્ટિસ રોહિંટન એક નરીમને નિર્ણય લખ્યો. આમાં કહેવામાં આવ્યું છે કે, અનૂસુચિમાં કોઈ પણ સમૂહ અથવા સમુદાયને એસસી-એસટીમાં સામેલ કરવામાં આવી શકે છે. અદાલત ગ્રુપ્સ અથવા સબ ગ્રુપ્સમાં ક્રીમી લેયરના સિદ્ધાંતને સમાનતાની કસોટી પર લાગૂ કરી શકે છે.
 
બેંચે કહ્યું કે, અનામતની પૂરી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય નાગરિકો વચ્ચે પછાત વર્ગોના લોકોને લાવવાનો છે, જેથી તે ભારતના અન્ય નાગરીકોની જે સમાનતાના આધાર પર હાથથી હાથ મિલાવીને ચાલી શકે. સંભવ નહી થઈ શકે, જો તે વર્ગની ક્રીમી લેયર સાર્વજનિક ક્ષેત્રની તમામ નોકરીઓ પર કબ્જો કરી લે અને તેને ચાલુ રાખે. આનાથી વર્ગના અન્ય લોકો પછાત રહી જશે જેવા પહેલા હતા.

(11:59 pm IST)