Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જીઓને ટક્કર આપવા BSNLએ નવો પોસ્ટપેડ પ્લાન કર્યો લોન્ચ:299 માં મળશે 31 જીબી ડેટા

 

નવી દિલ્હી ;ભારતીય સંચાર નિગમ લિમિટેડે જિયોને ટક્કર આપવા માટે નવો પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 299 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર અનલિમિટેડ વોઈસ કોલ, રોજના 100 એસએમએસ તેમજ 31 જીબી ડેટા ફ્રી આપવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ પ્લાનનો લાભ બીએસએનએલના નવા ગ્રાહકો જ લઈ શકશે. એટલે કે હાલના ગ્રાહકોને આ પ્લાનનો લાભ મળી શકશે નહીં.

(9:49 pm IST)