Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મધ્યપ્રદેશ:ભેંસ સાથે કાંકરીચાળો કરી શખ્શ ભાગી ગયો:વિફરેલી ભેંસે વૃદ્ધને પટકી મોતને ઘાટ ઉતાર્યો

મધ્યપ્રદેશના મંદસોરની ઘટના :બેકાબુ ભેંસને જોઈને લોકો ઝાડ ઉપર ચડી ગયા

મધ્યપ્રદેશના મંદસોરમાં લોકોને એક ભેંસ સાથેનો કાંકરીચાળો ભારે પડી ગયો હતો કોઈ શખ્શે એ ભેંસને એક પથ્થર માર્યો હતો.અને ભેંસને હેરાન કરી હતી ત્યાર બાદ ભેંસ વિફરતા બેકાબૂ બની ગઈ હતી.

   ભેંસના ગુસ્સાનો મિજાજ એટલો ભયંકર હતો કે અમુક લોકો ઝાડ પર ચડી ગયા હતા. પરંતુ ગામનો એક 60 વર્ષનો વ્યક્તિ આ ભેંસના ગુસ્સાનો શિકાર બની ગયો હતો. ભેંસે આ વૃધ્ધને પટકી પટકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

(9:49 pm IST)