Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

હિમાચલ : સપ્ટેમ્બરમાં સૌથી વધારે વર્ષા નોંધાઇ

સામાન્ય કરતા વધારે વરસાદનો આંક

કોલકત્તા,તા. ૨૬ : ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં બે દિવસમાં સૌથી વધારે વરસાદ નોંધાઈ ગયો છે. દેશના ઘણા ભાગોમાં હાલ ભારે વરસાદ જારી રહ્યો છે જેમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશના કેટલાક ભાગો અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડમાં સ્થિતિમાં સુધારો થયો છે. હિમાચલમાં પણ સ્થિતિમાં સુધારો થયો છે જેના પરિણામ સ્વરુપે જનજીવનને સામાન્ય બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. હિમાચલ પ્રદેસમાં સૌથી વધારે વરસાદ સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા ૧૪ વર્ષમાં નોંધાયો છે. સોમવારના દિવસે સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદનો દિવસ રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ભારતમાં ઉલ્લેખનીય વરસાદ થઇ રહ્યો છે.  હિમાચલ પ્રદેશમાં છેલ્લા ચાર દિવસમાં સપ્ટેમ્બરના સમગ્ર મહિના માટેના સામાન્ય વરસાદ કરતા ૩૩ ટકા વધુ વરસાદ નોંધાયો છે. આની સાથે જ આ ગાળા દરમિયાન ૧૬૬.૭ મીમી જેટલો વરસાદ થયો છે. હિમાચલમાં સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ વરસાદનો આંકડો ૧૨૫ મીમીનો રહે છે.

(7:47 pm IST)