Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

''અકુશળ'' વ્યકિતને ''ઠેકો'': આ છે વડાપ્રધાનનું સ્કીલ ઈન્ડીયાઃ રાહુલના ચાબખા

કોંગ્રેસ અધ્યક્ષે ફરીવાર રાફેલ મુદ્દે નરેન્દ્રભાઈ ઉપર પ્રહાર કર્યા

નવી દિલ્હી,તા.૨૬: રાફેલ ડીલ મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉપર ફરી રાહુલે આકરા પ્રહારો કર્યા છે. રાહુલે આરોપ લગાડયો છે કે હિન્દુસ્તાન એરોનોટીકસ લીમીટેડ (એચએએલ) પાસેથી ૩૦ હજાર કરોડ રૂપીયાનો ''ઠેકો'' લઈને એક ''અકુશળ'' વ્યકિતને દેવો એ જ વડાપ્રધાનનો 'સ્કિલ ઈન્ડીયા' કાર્યક્રમ છે.

કોંગ્રેસ અધ્યક્ષે બેરોજગારી સાથે જોડાયેલ એક ખબરને શેર કરી ટ્વીટ કરેલ કે વડાપ્રધાનનો સ્કીલ ઈન્ડીયા કાર્યક્રમ. એચએએલ પાસેથી ૩૦ હજાર કરોડ રૂપીયા ચોરીને એક એવા વ્યકિતને આપવા કે જેની પાસે કોઈ કૌશલ્ય નથી.

રાહુલે એક અમેરીકી સમાચાર પોર્ટલની ખબર શેર કરી લખ્યું કે ભારતમાં બેરોજગારીનો દર છેલ્લા ૨૦ વર્ષોની સર્વોચ્ચ સપાટીએ છે. રાહુલ અને કોંગ્રેસ છેલ્લા કેટલાક મહીનાઓથી રાફેલ સોદાને લઈને મોદી સરકાર ઉપર આરોપો લગાડી રહી છે.

(4:25 pm IST)