Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભારે ગોપનિયતા : પહેલા સુરત બાદમાં વડોદરાનું કહી સવારે રાજકોટમાં આયકર અધિકારીઓ ત્રાટકયા

ડેકોરા બિલ્ડર ગ્રુપ અને ફાઇનાન્સર ઉપર પડેલા દરોડાની ભિતરની અંતરંગ વાત...

રાજકોટ તા. ૨૬ : કેન્દ્રીય વિભાગ સીબીઆઇ, ઇન્કમટેક્ષ કે કસ્ટમ વિભાગ દ્વારા થતી કામગીરીમાં ગોપનિયતા ખૂબ અગત્યનું પરિબળ હોય છે. જેટલી ગોપનિયતા તેટલી સફળતા વધુ અને ઝડપી બનતી હોય છે. રાજકોટમાં પણ આજે પડેલા મેગા સર્ચ ઓપરેશનમાં આ વાત ફલિત થઇ છે.

છેલ્લા પાંચ માસથી સુષુપ્ત રહેલ ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટીગેશન વીંગ આજે ડેકોરા ગ્રુપ અને બે ફાઇનાન્સર ઉપર હાથ ધરેલા મેગા ઓપરેશનમાં આયકર અધિકારીઓમાં ચર્ચાતી વિગતો મુજબ આ સર્ચ ઓપરેશન ખૂબ સાવચેતીપૂર્વક અને ભારે ગોપનિયતાને આધારે પાર પાડવામાં આવ્યું છે.

રાજકોટ ઇન્વેસ્ટીગેશન વીંગના જોઇન્ટ ડાયરેકટર રાજેશ મહાજન, આસી. ડાયરેકટર પ્રદિપ સત્તાવત અને કે.આર.ડૈયા અને વી.એમ.ડાંગરના માર્ગદર્શનમાં વડોદરા, સુરત, અમદાવાદના ચંનુદા અધિકારીઓને ગઇકાલે બપોરના ૧૨ના સુમારે અમદાવાદ નજીક એકત્ર કર્યા હતા બાદમાં અમુક ટુકડી વાઇઝ પ્રથમ સુરત રેડ કરવાની છે બાદમાં વડોદરાની વાત કરવામાં આવી હતી બાદમાં અલગ-અલગ અધિકારીઓને સવારે ૭ના ટકોરે રાજકોટ ટચ થવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રાજકોટમાં સવારે ૬.૩૦ થી ૭ની વચ્ચે તમામ અધિકારીઓનું રીપોટીંગ થઇ જતાં બંધ કવરમાં આપેલ દિશાસૂચન મુજબ એકીસાથે ૪૫થી વધુ સ્થળોએ દરોડાની કામગીરી ૮ અને ૯ની વચ્ચે શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(4:13 pm IST)