Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

બિલ્ડર્સ, ફાયનાન્સર ઉપર દરોડામાં રાજકોટ આયકર વિભાગને ઐતિહાસિક સફળતાના સંકેત

અગાઉ ૫૬ સ્થળોએ દરોડા પડ્યા હતા પરંતુ હાલની રેડમાં આયકર વિભાગને રેકોર્ડબ્રેક મોટી રકમનું ડિસ્કલોઝરની શકયતા

રાજકોટ, તા.૨૬ : ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં પ્રથમ વખત રાજકોટ ઈન્કમટેક્ષની ઈન્વેસ્ટીગેશન વીંગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ સર્ચ ઓપરેશનમાં રાજકોટ આયકર વર્તુળોને ઐતિહાસિક સફળતા મળે તો નવાઈ નહિં.

આજ સવારથી ડેકોરા બિલ્ડર્સ, ઓમ બિલ્ડર્સ, પટેલ ડેવલોપર્સ અને સહયોગરેખા ઈન્ફાસ્ટ્રકચર (કૃતિ ઓનીલા) તેમજ ત્રણ મોટા ફાયનાન્સર સ્વસ્તિક ફાયનાન્સ, કિશાન ફાયનાન્સ, વિનાયક ફાયનાન્સ ગ્રુપના ૪૪ સ્થળોએ દરોડા પડ્યા છે.આયકર વર્તુળોના સૂત્રોએ જણાવ્યું હતું કે મોટી રકમની રોકડ રકમ અને રોકડ રૂપિયાની એકથી વધુ જગ્યાએ ફેરવણી થતી હોવાનું બહાર આવતા આયકર અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આયકર વિભાગે અગાઉ ૫૬ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જયારે આજે ૪૪ સ્થળોએ દરોડાની કામગીરી થઈ રહી છે ત્યારે આ દરોડાની કામગીરીના અંતે ઐતિહાસિક સફળતા મળે તેવા સંકેતો આયકર વર્તુળોને મળ્યા છે.

(4:13 pm IST)