Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દેશના છ રાજ્યોનો મોટો :યુનિફોર્મ પેટ્રોલિયમ રેટ રખાશે

પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રિત અને એકસમાન રાખવા નિર્ણય ;રાજ્યોની આવક વધશે અને કાળાબજાર પર અંકુશ આવશે

નવી દિલ્હી :છેલ્લા કેટલાક મહિનાઓથી રોજે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એવામાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને નાથવા માટે દેશના છ રાજ્યોએ મહત્વનો ફેંસલોઃ કર્યો છે આ તમામ રાજ્યોએ નિર્ણય લીધો કે તેઓ યૂનિફોર્મ પેટ્રોલિયમ રેટ રાખશે. દિલ્હીમાં યોજાયેલ મહત્વની બેઠકમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી અને ચંદીગઢે સહમતિ દર્શાવી કે અહીં પેટ્રોલ-ડીઝલના ભાવ એક સમાન હશે.

    આ તમામ રાજ્યોએ આ બાબતે એ બાબતે સહમત થયા હતા કે આ મામલે એક સબ સમિટિની પણ રચના કરવામાં આવશે. આ બેઠક બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે આનાથી સરકારનું રાજસ્વ વધશે અને કાળા બજાર પર પણ રોક લગાવી શકાશે.

  આ બેઠક બાદ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્ય પ્રદેશમાં દારૂ, વાહનો અને પરિવહન પરમિટના પણ એક જ દર રાખવામાં આવશે. આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પર એક સમાટ વેટ લાગૂ કરવા માટે રાજ્ય સરકાર સહમત થઈ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે આ મામલે હજુ સુધી કોઈ ખાસ પગલાં ભર્યાં નથી. ગુજરાતમાં પેટ્રોલ 81.97 જ્યારે ડીઝલ 79.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે

(1:03 pm IST)