Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

હવે રકતદાન કરતી વખતે પુરૂષ ડોનરને પૂછાશે 'તમે ગે તો નથી ને?'

રકતદાન કરવું છે ? તો હવે આપવા પડશે આ સવાલોના જવાબ

મુંબઈ તા. ૨૬ : રકતદાન કરવા માગતા પુરુષ ડોનરને હવે રકત આપતા પહેલા કેટલાક સવાલોના જવાબ આપવા પડશે. આ માટે તેમની પાસે ભરાવવામાં આવતા ફોર્મમાં ખાસ ત્રણ સવાલ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે તેમને સેકસ લાઇફ કેવી છે, તેઓ ગે સંબંધ બાંધે છે કે નહીં, એક કરતા વધારે વ્યકિત સાથે સેકસ સંબંધ છે કે નહીં. આમ તો દેશમાં ગે પુરુષના રકતદાન પર કેટલાય વર્ષોથી પ્રતિબંધ છે. જોકે પહેલીવાર એવું બનશે કે તેમને આ સવાલ લેખિતમાં પૂછવામાં આવશે.

મુંબઈ સ્થિત બ્લડ બેંકોને હાલમાં જ નેશનલ બ્લડ ટ્રાન્સફયુઝન કાઉન્સિલની તરફથી અપડેટેડ ફોર્મ ઓકટોબર મળ્યા છે. જેમાં રકતદાતાની પસંદગી કરવા માટે નવી ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. આ ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે બાય સેકસ્યુઅલ પુરુષ, ટ્રાન્સજેન્ડર અને મહિલા સેકસ વર્કર રકતદાન નથી કરી શકતા કેમ કે, તેમનામાં HIV અને હેપિટાઇટિસ બી અને સીના સંક્રમણનો ખતરો વધુ હોય છે.

આ સાથે જ કેંસર, ઓર્ગન ફિલયર, એલર્જી અને શ્વાસની બીમારીથી ગ્રસ્ત વ્યકિતઓને પણ રકતદાન કરવાની રજામંદી આપવામાં આવતી નથઈ. બ્લડ બેંકના સ્ટાફનું કહેવું છે કે આ સવાલો વિકસિત દેશોની જેમ તૈયાર કરવામાં આવ્યા છે. પહેલા ફોર્મમાં એ રીતે પૂછવામાં આવતું હતું કે શું રકતદાન કરવા માગતા વ્યકિત પાસે એવું કોઈ કારણ છે કે તે માને છે કે તેને હેપિટાઇટિસ, મલેરિયા, HIV અથવા એડ્સ જેવા રોગોથી પીડિત છે.

નવા સવાલોના લિસ્ટમાં હવે બ્લડ લેતા પહેલા ડોકટર ડોનરને પુછશે કે શું તેમનો સંબંધ એકથી વધુ વ્યકિત સાથે તો નથી કે પછી તેમના પાર્ટનર ગે તો નથી. અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા એક બ્લડ ટ્રાન્સફયુઝન અધિકારીએ કહ્યું કે, 'આ અમારા માટે થોડું અઘરું છે. પરંતુ આવા દર્દીઓનું ફોર્મ વધુમાં વધુ સ્પષ્ટતાવાળું વૈજ્ઞાનિક સત્યવાળું હોવું ખૂબ જરુરી છે. જોકે આવા સવાલ ફકત વિકસિત દેશોમાં જ હાલ કરવામાં આવતા હોય છે.'

નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના બ્લડ સેફટી ઇનચાર્જ ડો. શોબિની રાજને કહ્યું કે, 'આવા સવાલ રકતદાન પહેલા સ્ક્રિનિંગને વધુ મજબૂત અને ચોક્કસાઈ ભર્યું કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. કેમ કે બ્લડ યુનિટનો ટેસ્ટ તો પાછળથી બ્લડ ભેગું થયા પછી કરવામાં આવ છે.'(૨૧.૭)

(11:48 am IST)