Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સ્વચ્છ ભારત બનાવવામાં દર ત્રીજા દિવસે એક સફાઇ કર્મચારીનું મોત

નવીદિલ્હી તા ૨૬ : સફાઇ કર્મચારીઓના અધિકાર માટે કામ કરતી ''સફાઇ કર્મચારી આંદોલન'' નામની એક એનજીઓ ના આંકડા અનુસાર દર ત્રીજા દિવસે એક સફાઇ કર્મચારીનું મોત થાય છે. જાન્યુઆરી ૨૦૧૭ થી અત્યાર સુધીમાં ૨૨૧ સફાઇ કર્મચારીઓ ના મોત થયા છે.'' સફાઇ કર્મચારી આંદોલન'' દ્વારા મંગળવારે દિલ્હીના જંતરમંતર સફાઇ કર્મચારીઓના મોત પર રોષ બતાવવા માટે વિરોધ પ્રદર્શન કરાયું હતું

મોદી સરકાર સ્વચ્છ ભારત અભિયાન પર ૫૦ હજાર કરોડનો ખર્ચ કરવાની છે પણ આ યોજનામાં સફાઇ કામદારોની સુરક્ષા માટે બજેટની કોઇ જોગવાઇ નથી. જામ થયેલી ગટરો ને ખોલવા માટે દેશમાં આઠ લાખ કર્મચારીઓ છે પણ તેમના અંગેની બહુ ઓછી માહિતી મળી શકે છે.

(11:48 am IST)