Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઉપરાષ્ટ્રપતિએ સામાન્ય શ્રધ્ધાળુની જેમ દર્શન કરી દાખલો બેસાડયો

વેંકૈયા નાયડૂ તિરૂમલા મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા

નવી દિલ્હી તા. ૨૬ : ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ તિરુમલા મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતાં. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ વીઆઈપી ગેટમાંથી એન્ટ્રી લઈને દર્શન કરવાની જગ્યાએ સામાન્ય જનતા માટેની લાઈનમાં ઉભા રહીને દાખલો બેસાડ્યો છે. વેંકૈયા નાયડૂ મંદિરમાં સામાન્ય શ્રદ્ઘાળુઓની જેમ જ લાઈનમાં ઉભા રહીને દર્શન કર્યા.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને વીઆઈપી લોકો માટે બનાવેલા 'મહાદ્વારમ'માંથી દર્શન કરવા માટે જવાનું હતું. પરંતુ તેમણે અચાનકથી નિર્ણય કર્યો કે તેઓ વીઆઈપી લોકોનાં 'મહાદ્વારમ'માંથી નહીં જઈને સામાન્ય શ્રદ્ઘાળુઓ જે લાઈનમાં ઉભા હતા તે લાઈનમાં ઉભા રહેવાનો નિર્ણય કર્યો અને દર્શન કર્યાં.

ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ જણાવ્યું કે તેમણે ભગવાન પાસે, 'દેશ અને દેશની જનતાની ખુશી માટે પ્રાર્થના કરી છે.' વેંકૈયા નાયડૂ વેંકટેશ્વર ભગવાન પર અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેઓ સોમવાર સાંજે વેંકટેશ્વરનાં દર્શન માટે તિરુમલા મંદિર પહોંચ્યા હતાં. મંદિરનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ઉપરાષ્ટ્રપતિ નાયડૂ લગભગ ૨૦ મિનિટ સુધી મંદિરમાં રહ્યા હતાં. મંદિરનાં સભ્યોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.(૨૧.૯)

(11:47 am IST)