Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આર્થિક ઉદારીકરણના પ્રણેતા ડો. મનમોહનસિંહનો આજે જન્મદિવસ

પીએમ મોદી-રાહુલગાંધીએ પાઠવી શુભેચ્છા

નવીદિલ્હી, તા.૨૬: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો આજે ૮૬મો જન્મદિવસ છે. અને સોશિયલ મીડીયા પર સામાન્ય લોકો સહિત રાજનીતિ સાથે જોડાયેલા અનેક લોકો તેને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાનને ભારતમાં ઉદારવાદી અર્થ વ્યવસ્થાના જનક માનવામાં આવી રહ્યા છે. દેશમાં આર્થિક સુધારાના સુત્રધારા મનાતા મનમોહનનો જન્મ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ને અવિભાવજીત ભારતના પંજાબ રાજયમાં થયો હતો. મનમોહનસિંહ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી ભારતના વડાપ્રધાન રહ્યા.

૧૯૯૧માં જયારે ભારતને વિશ્વના બજાર માટે બોલવામાં આવ્યું તો મનમોહનસિંહ જ દેશના નાણામંત્રી હતા. દેશમાં આર્થિક કાંર્તિ અને ગ્લોબલાઇ જેશનની શરૂઆત તેમને જ કરી હતી. ત્યારબાદ પીએમ રહેવા દરમ્યાન મનરેગાની શરૂઆત પણ એક મોટો નિર્ણય રહ્યો.

૧૯૯૧ થી ૧૯૯૬ વચ્ચે તેના દ્વારા આર્થિક સુધારાની જે રૂપરેખા નીતિ અને ડ્રાફટ તૈયાર કર્યો તેની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવે છે. ભારતી અર્થવ્યવસ્થાને વિશ્વબજાર સાથે જોડયા બાદ તેઓએ આયાત એને નિકાસના નીયમો પણ સરળ કર્યા સાથે જ તેઓએ રોજગાર ગેરંટી યોજના આધારકાર્ડ યોજના, ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ન્યુકિલપર ડીલ, શિક્ષણનો અધિકાર વગેરેનો શ્રેય પણ તેમને જ જાય છે.(૨૨.૫)

(11:46 am IST)