Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સોશ્યલ મીડિયાથી ટીનેજર્સની ઊંધ ઉડીઃ સ્લીપ ડિસઓર્ડર્સરની પેરન્ટ્સની ફરિયાદ

નવીદિલ્હી તા.૨૬: સોશ્યલ મીડિયા નવી પેઢી માટે વ્યસનરૂપ બની જતાં ટીનેજર્સ પૂરતી ઊંંઘથી વંચિત રહેતા હોવાની ફરિયાદો વધી ગઇ છે. સંતાનોમાં સ્લીપ ડિસઓર્ડસની ફરિયાદો અમેરિકાના પેરન્ટ્સ કરી રહ્યા છે. યુનિવર્સિટી ઓફ મિશિગનના સર્વેક્ષણ પોલમાં જણાવવામાં આવ્યું હતું કે સ્લીપ ડિસઓર્ડર્સ ધરાવતા ટીનેજર્સના પેરેન્ટ્રસમાંથી ૫૬ ટકાએ તેમનાં સંતાનોની ઊંઘરેટિયા આંખો માટે ઇલેકટ્રોનિકસના અતિશય ઉપયોગ અને સોશ્યલ મીડિયાની ઘેલછાને કારણભૂત ગણાવ્યાં હતાં. અપૂરતી ઊંઘને કારણે સ્કૂલ કે કોલેજમાં ભણતરમાં એકાગ્રતનો અભાવ તેમજ  જે કેટલાંક યંગસ્ટર્સ ડ્રાઇવિંગ કરતા હોય તેમને એકિસડન્ટનાં જોખમો હોય છે. અપૂરતી ઊંઘને કારણે સ્થળુતાથી ડિપ્રેશન સુધીની અનેક બીમારીઓનાં જોખમો તોળાયેલાં રહે છે. ૪૩ ટકા પેરેન્ટ્સે કહ્યું હતું કે તેમનાં સંતાનો ઊંઘવા માટે ફાંફા મારે છે અથવા સવારે જાગવા માટે મથામણ કરતા હોય છે. ઘણા ટીનેજર્સને જાગ્યા પછી ફરી ઊંઘ નથી આવતી. સર્વેક્ષણમાં સામેલ પેરન્ટ્સમાંથી પચીસ ટકાએ તેમનાં સંતાનોને અઠવાડિયામાં એક-બે વખત અને ૧૮ ટકાએ તેમનાં સંતાનોને અઠવાઠિયામાં ત્રણ-ચાર વખત રાતે સ્લીપ ડિસ્ટર્બન્સ થતું હોવાનું જણાવ્યું હતું. પેરન્ટ્સે સંતાનોના સ્લીપ ડિસ્ટર્બન્સ માટે સોશ્યલ મીડિયા અને મોબાઇલ ફોન્સ સહિત ઇલેકટ્રોનિકસ સાધનોના અતિશય વપરાશને કારણભૂત ગણાવ્યો હતો.(૧.૮)

સ્લીપ ડિસ્ટર્બન્સનાં કારણોની ટકાવારી

૫૬ સોશ્યલ મીડિયાનો વધારે વપરાશ

૪૩ હોમવર્ક અથવા એકિટવિટીઝ

૩૧ સ્કૂલ કે કોલેજની ચિંતાઓ

૨૩ સામાજિક જીવનની ચિંતાઓ

૧૦ આરોગ્યનાં કારણે બીમારો કે દવાઓ

(11:46 am IST)