Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આ ૭ ગુણો વાળી સ્ત્રીઓ સાબિત થાય છે શ્રેષ્ઠ પત્ની

૭ ગુણો જે યુવતીઓ તેમના જીવનમાં અપનાવશે તો તેમનું લગ્નજીવન ખુશીઓથી ભરાઇ જશે

નવી દિલ્હી તા. ૨૬ : લગ્ન બાદ છોકરાઓઙ્ગ માટે કંઇ બદલાય ન બદલાય, યુવતીઓ માટે ઘણું બધુ બદલાઇ જાય છે. નવું ઘર, નવાં સંબંધ અને ઘણી નવી વસ્તુઓ વચ્ચે એક નવું જીવન શરૂ કરવું ખુબ મોટી વાત છે. આ બધાની વચ્ચે ઘણી વખત યુવતીઓ અસહજ અનુભવ થાય છે. અને નાની નાની વાતો પણ મોટી થતી જાય છે. સાસરાથી તેની દૂરીઓ વધતી જાય છે.

આવી કોઇ પરિસ્થિતિ ન આવે તેથી યુવતીઓએ જાતે જ કેટલાંક સમજદારી ભર્યા પગલાં લેવાી જરૂર છે. ચાલો ત્યારે આપને જણાવીએ તેઙ્ગ ૭ ગુણો વિશે જે યુવતીઓ અપનાવશે તો તેમનું લગ્ન જીવન ખુશીઓથી ભરાઇ જશે.

પૈસા અને બિઝનેસની વાતો :  પરિવારની ફાઇનાશિયલ કંડિશન વિશે અન્યને કયારેય વાત ન કરો. ઘરનો ખર્ચો કેવી રીતે ચાલે છે, ધંધાનાં દેવા-લેણાં શું છે. ઘરનું બિલ કોણ ભરે છે. કોણ કેટલું સેવિંગ કરે છે. આ બાબતો આગળ જઇને મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

પ્રાઇવેટ વાતો : આપ અને આપનાં પતિ બેડરૂમમાં કેવી રીતે રહો છો. આ તમારી પ્રાઇવેટ વાત છે. તેને બીજાને કહીને પોતાની જાતનો મજાક ન બનાવો. તે હમેશાં સિક્રેટ રાખો.

આદતો સ્વીકારો : દરેક પુરૂષમાં કોઇ સારી તો કોઇ ખરાબ આદત હશે જ . એવામાં જો આપનાં પતિમાં કોઇ ખરાબ આદત છે તો તેને એકદમ બદલવાનો પ્રયાસ ન કરો. તેનાં કરતાં પોતાની જાતને સમજાવો. શરૂઆતમાં તેનાં સ્વભાવ અને આદત પ્રમાણે જ રિએકટ કરો. ધીમે ધીમે તેમની ખરાબ આદત પર લગામ લગાવવાનો પ્રાયસ કરો. પહેલી જ વખતમાં તેમની ખોટી આદતને તેમની સામે મુકવાનો પ્રયાસ કરશો તો વાત બનવાની જગ્યાએ બગડવા લાગશે. અને તમારા બંને વચ્ચે અંતર આવવા લાગશે.

ફેમિલી પ્લાનિંગ : એક પુરૂષની સાથે આપ આપનું આખુ જીવન વિતાવવાનો નિર્ણય લઇ રહ્યાં છો ત્યારે બાળકોનાં પ્લાનિંગનો નિર્ણય આપ બંનેનો છે. તેનાં વિશે આપ બંને વાત કરો. અને તે વાતો કોઇ ત્રીજી વ્યકિતને ન કરો.

ગુસ્સો ઓછો કરો : સારી પત્ની બનવા માટે પોતાનાં સ્વભાવ અને ગુસ્સામાં બદલાવ લાવવો જરૂરી છે. ઘણી વખત આપની કોઇ વાને કારણે પતિને ખરાબ લાગી શકે છે. જેનાંથી સંબંધોમાં ખટાશ આવી શકે. તેથી શરૂઆતમાં એક સારી પત્ની બનવા માટે સૌથી પહેલાં ગુસ્સા પર કાબુ મેળવો. કેટલાંક મુદ્દાઓ પર બોલવામાં કોઇ જ ખોટી વાત નથી. પણ આપ જે વાત કરો છો તેને કહેવાની રીત, સમય અને સંજોગ અંગે પણ ધ્યાન રાખવું.

પતિની જરૂરિયાતોનું ધ્યાન રાખો : પતિની જરૂરીયાતોનું ખાસ ધ્યાન રાખો. તેનાં સપના પૂરા કરવા માટે પતિનો સાથ આપો. તેમની સામે ખોટી માગણીઓ ન મુકો. એક સારી પત્નીની જેમ પતિનાં વ્યસ્ત શેડ્યુલમાં તેને પ્રિય પળો અને ભોજન પીરસીને ખુશ કરો.

સારી બાબત પર ધ્યાન આપો : કોઇ વ્યકિત કયારેય પરફેકટ નથી હોતુ. જો આપ ફકત કોઇની ખામીઓ જ જોશો તો વિશ્વાસ રાખો આપ કયારેય આપનાં સંબંધની સુંદરતા માણી નહીં શકો. પતિની ખરાબ આદતો પર જ ધ્યાન આપવા કરતાં તેની સારી આદતો પર પણ ધ્યાન આપો. એવામાં આપનું મન શાંત રહેશે અને વાત-વાત પર લડાઇ ઝઘડા પણ નહીં થાય.(૨૧.૬)

(10:02 am IST)