Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઉ. ભારતના છ રાજ્યોમાં ઘટશે પેટ્રોલ - ડીઝલના ભાવ : ગુજરાત સરકાર કયારે જાગશે?

અધિકારીઓની કમિટિ બનાવાઇ : બે સપ્તાહમાં રિપોર્ટ

ચંદીગઢ તા. ૨૬ : હરિયાણા, પંજાબ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના અડધો ડઝન રાજયો પોતાને ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સરખા કરવા પર સંમત થઈ ગયા છે. તેના માટે બધા છ રાજય પોત-પોતાના પ્રદેશમં વેટના દર ઓછા કરશે, જેથી પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ ઓછા થઈ શકે.

હરિયાણાની યજમાનીમાં મળેલી આ રાજયોના નાણાંમંત્રીઓ અને અધિકારીઓની બેઠકમાં બધા છ રાજયોની એકસાઈઝ નીતિ, ટ્રાન્સપોર્ટ પરમિટ અને ગાડીઓના રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા ટેકસમાં પણ સમાનતા લાવવા પર સંમતિ સધાઈ છે. આ તમામ મુદ્દા પર અધિકારીઓની એક કમિટીનું ગઠન કરાયું છે, જે આવતા બે સપ્તાહમાં પોતાનો રિપોર્ટ આપશે, જેના આધારે પેટ્રોલ તેમજ ડીઝલ પર વેટના દર ઘટવા ઉપરાંત એકસાઈઝ નીતિ, ટ્રાન્સપોર્ટ પરમિટ અને ગાડીઓના રજિસ્ટ્રેશનના ટેકસ પણ એક સરખા હશે. તેનો ફાયદો એ થશે કે કોઈપણ રાજયમાં ટેકસની ચોરી નહીં થાય અને લોકોને સરખી રીતે લાભ મળશે.

ચંદીગઢમાં આયોજિત બેઠકમાં હરિયાણાના નાણાંમંત્રી કેપ્ટન અભિમન્યુ, પંજાબના નાણાંમંત્રી મનપ્રીત સિંહ બાદલ અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ભાગ લીધો, જયારે ઉત્ત્।ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢએ પોતાના પ્રતિનિધિઓ તરીકે એકસાઈઝ અને ટેકસેશન વિભાગના અધિકારીઓને બેઠકમાં મોકલ્યા હતા.

બેઠક બાદ હરિયાણાના નાણામંત્રી કેપ્ટન અભિમન્યુએ જણાવ્યું કે, ઉત્ત્।ર ભારતના પાંચ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં ઈંધણ પર લાગતા વેટમાં સમાનતા લાવવા પર સંમતિ સધાઈ છે. જે રીતે મે ૨૦૧૫માં આ રાજયોએ બધાની સંમતિ બનાવીને વેટના દરો લગભગ એક સરખા રાખી જનતાને રાહત આપી હતી, એ જ રીતે ફરીથી કામ થશે. અધિકારીઓના રિપોર્ટ બાદ આ રાજયોની સરકારો પેટ્રોલ-ડીઝલ પર લાગતા વેટના દરો ઘટાડવાનો નિર્ણય લેશે, જેથી રાજયોમાં પેટ્રોલ-઼ડીઝલના ભાવ એક સરખા થઈ શકે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તો પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ ઘટે તેવી કોઈ શકયતા નથી. કેમકે, રાજયના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આ મહિનાની શરૂઆતમાં જ કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ પર વેટ નહીં ઘટે. તેમણે કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ માટે આંતરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. આમ, ગુજરાતની પ્રજાએ તો હાલ આંતરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ ઘટે તેની રાહ જોયા સિવાય છૂટકો નથી.(૨૧.૪)

 

(10:02 am IST)
  • સુરત: વીરનર્મદ યુનિ.માં આજે સિન્ડિકેટની ચૂંટણી:યુનિવર્સિટીની 9 બેઠક પર બપોરે થશે મતદાન:કુલપતિ, પૂર્વ સિન્ડિકેટ સભ્યના ગ્રૂપની સીધી ટક્કર:VC ડો. ગુપ્તાના ગ્રૂપે જીત મેળવવા જોર લગાવ્યું:પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો.ચૌહાણનું જૂથ પણ મેદાને access_time 5:07 pm IST

  • બનાસકાંઠાના ચાર તાલુકા અછત ગ્રસ્ત જાહેર થવાની તૈયારીમાં:પહેલી ઓક્ટોબર સુધી વરસાદ ન થાય તો જાહેર થશે અસરગ્રસ્ત: કાંકરેજ,વાવ,થરાદ અને સુઈગામ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરશે:ચારેય તાલુકામાં વરસાદ નહિવત થયો:વરસાદ નહિ થાય તો પહેલી ઓક્ટોબરથી અછત સહાય મળશે access_time 7:44 pm IST

  • આધાર કાર્ડની જરૂરિયાત પર સુપ્રીમ કોર્ટનો કાલે આવશે નિર્ણય:જેનાથી એ નક્કી થશે કે બેંક ખાતાઓ, મોબાઇલ ઓપરેટર્સ અથવા સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ જરૂરી છે કે નહીં?:આ મામલે સુપ્રીમકોર્ટમાં કુલ 38 દિવસ સુધી સુનવણી ચાલી;જજોની પાંચ સદસ્ય બંધારણીય પીઠે 10મી મેં એ ચુકાદો અનામત રાખ્યો હતો access_time 1:06 am IST