Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ફેક ન્યુઝ રોકવા વોટ્સએપની મોટી જાહેરાત:ભારતમાં ગ્રીવંસ ઓફિસર નિમણુંક બાદ ફરિયાદ કેમ કરશો ?:માર્ગદર્શિકા જાહેર

 

નવી દિલ્હી :ફેક ન્યુઝ રોકવા વોટ્સએપ્પ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવાની કડી સમાન ભારતમાં ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુંક બાદ ફરિયાદ દાખલ કરવા માર્ગદર્શન પણ આપ્યું છે  સરકાર સાથે સમજૂતી મુજબ હવે વોટ્સએપ આખરે ભારતમાં ગ્રીવંસ ઓફિસર (ફરિયાદ નિવારણ અધિકારી)ની નિમણૂક કરી છે. ભારતમાં વોટ્સએપ ઈંક.ના ગ્લોબલ ક્લસ્ટર ઓપરેશન્સ એન્ડ લોકલાઈઝેશનના સિનિયર ડિરેક્ટર કોમ લાહિડીને ગ્રીવંસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. સરકાર ઈચ્છે છે કે વોટ્સએપ ભારતમાં કોન્ટેક્ટ કરવા માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરે. સરકારની માંગણીઓને આખરે વોટ્સએપે સ્વીકારવી પડી.

યૂઝર્સ હવે એપ કે ઈમેલ મારફતે ગ્રીવંસ ઓફિસરને મેઈલ દ્વારા કોન્ટેક્ટ કરી શકે છે. વોટ્સએપના FAQ પેજ પર લખ્યું છે કેગ્રીવંસ ઓફિસનો કોન્ટેક્ટ કરવા માટે તમારી ફરિયાદ ઈમેઈલ દ્વારા મોકલ સાથે ઈલેક્ટ્રોનિક સહી કરો. જો તમે કોઈ એકાઉન્ટ વિશે માહિતી મેળવવા માંગો છો, તો તમારું નામ, કંટ્રી કોડ લખીને પણ મોકલી શકો છો.’

વોટ્સએપ હવે તમને કોઈ મુશ્કેલીની સ્થિતિમાં એક ઓપ્શન આપી રહ્યું છે. યૂઝર્સને સેટિંગ્સમાં જઈને Helpમાં contact Us પર ક્લિક કરીને સંબંધિત માહિતી જાણકારી મેળવી શકે છે.
 
યૂઝર્સ પોસ્ટ દ્વારા સીધી વોટ્સએપને ફરિયાદ લખી શકે છે અથવા તેની ફરિયાદ સીધા તેના હેડક્વાર્ટર menlo park, કેલિફોર્નિયા મોકલી શકે છે.

  જો કોઈ યૂઝર્સને અન્ય કોઈ એકાન્ટ દ્વારા મુશ્કેલી પડતી હોય તો તેની ફરિયાદ વોટ્સએપને કરી શકે છે.
 
સુપ્રીમ કોર્ટે ભારતીય કાયદાના પાલન કરવા માટે વોટ્સએપ સામે દાખલ કરેલી એક અરજીની સુનવણી કરી હતી. ગ્રીવંસ ઓફિસરની નિયુક્તી ઉપરાંત ચાર અઠવાડિયાની અંદર જવાબ આપવામા માટે આદેશ આપ્યો હતો.

(12:00 am IST)