Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

યુપીના મુખ્યમંત્રી યોગીને 19 વર્ષ જુના હત્યા કેસમાં નોટીસ:વિપક્ષોએ કરી રાજીનામાની માંગ

 

લખનૌ :યુપીના સીએમ યોગી આદિત્યનાથને મોટો ઝટકો આપતા એક સેસન્સ કોર્ટે તેના વિરુદ્ધ 19 વર્ષ જુના હત્યાના મામલે નોટિસ જાહેર કરવા આદેશ કર્યો છે નોટિસ જાહેર કરવાના આદેશને કારણે વિપક્ષી દળો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે યોગીનું તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે અને કહ્યું છે કે આદિત્યનાથના રાજકીય પ્રભાવથી કેસને અને પીડિત લોકો પ્રભાવિત થઇ શકે છે

  મામલો 1999નો છે જેમાં એક પ્રદર્શન દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા તલત અજીજના પર્શનલ સિક્યોરિટી ઓફિસર સત્ય પ્રકાશ યાદવ માર્યા ગયા હતા પોલીસ ફાઈલ મુજબ મહારાજગંજમાં એક પ્રદર્શન વેળાએ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં એક સમૂહ દ્વારા પ્રદર્શનકારીઓ પર ફાયરિંગમાં યાદવની હત્યા કરી દેવાઈ હતી

  વર્ષે માર્ચમાં સેસન્સ કોર્ટે તલત અજિજ દ્વારા મામલો ફરીથી ખોલવાની અપીલ ફગાવી હતી ત્યારબાદ તેને લખનૌ હાઇકોર્ટમાં એક સમીક્ષા અરજી દાખલ કરી હતી જેમાં હાઇકોર્ટે સેસન્સ કોર્ટને કેસને ફરીથી ખોલવા નિર્દેશ આપ્યો હતો

   સેસન્સ કોર્ટે આદેશ કર્યો છે કે મામલામાં આગળના કેસ માટે યોગી આદિત્યનાથ સહીત અન્ય તમામ આરોપીઓને નોટિસ જાહેર કરવી,અદાલતે સીએમને નોટિસનો જવાબ આપવા એક સપ્તાહનો સમય આપ્યોછે

 

(12:00 am IST)