Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ત્રિપલ તલાકના વટહુકમને કેરળ સુન્ની મુસ્લિમ સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

આ વટહુકમ બંધારણની કલમ 14,15 અને 21નું ઉલ્લંઘન કરે છે તેવી અરજીમાં કથન

 

નવી દિલ્હીઃ તાજેતરના કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકનો બહાર પાડેલ વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે ત્રણ તલાકના વટહુકમ સામે દાખલ કરાયેલી અરજીમાં ગેરબંધારણિય ઠેરવવાની માગ કરાઈ છે. અરજીમાં કહેવાયું છે કે વટહુકમ બંધારણની કલમ 14, 15 અને 21નું ઉલ્લંઘન કરે છે. ઉપરાંત વટહુકમ કલમ 123ની શરતોની પણ વિરુદ્ધ છે, આથી સુપ્રીમ કોર્ટે દ્વારા વટહુકમ રદ્દ કરવાનો આદેશ આપવો જોઈએ. અરજી કેરળ સુન્ની મુસ્લિમ સંસ્થા કેરળ જમીયાથુલ ઉલેમાએ કરી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ તલાક બિલને લોકસભા દ્વારા મંજુરી આપી દેવાઈ છે અને હાલ તે રાજ્યસભામાં પડતર છે ભાજપની આગેવાનીવાળા એનડીએ પાસે બહુમત નથી. દરમિયાન કેન્દ્રીય કેબિનેટે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ-2017માં ત્રણ સંશોધનોને મંજુરી આપી હતી.

   સરકારે મુસ્લિમ સમુદાયમાં ત્રણ તલાક સાથે જોડાયેલા પ્રસ્તાવિત કાયદામાં આરોપીને સુનાવણીથી પહેલા જામીન આપવા જેવી કેટલીક જોગવાઈઓને મંજુરી આપી હતી. પગલા દ્વારા કેબિનેટે ચિંતાઓ દુર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક વખતમાં ત્રણ તલાકની પરંપરાને ગેરકાયદે જાહેર કરવા તથા પતિને ત્રણ વર્ષ સુધીની સજા આપવાના પ્રસ્તાવિત કાયદાનો દુરૂપયોગની વાત જણાવાઈ હતી

 

(12:14 am IST)