Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

''કવિની કવિતા'': અમેરિકાના લોસ એન્જલસમાં ગુજરાતી સોસાયટીના ઉપક્રમે યોજાઇ ગયેલો સાહિત્ય સભર પ્રોગ્રામઃ શ્રી અનિલ ચાવડા અને શ્રી મુકેશ જોશીએ રજુ કરેલી કૃતિઓથી ૩૦૦ ઉપરાંત સાહિત્ય રસિકો આફરિન

લોસ એન્જલસ: સપ્ટેમ્બર ૧૯મી ને બુધવારે સાંજે લોસ એન્જલસની સાહિત્ય રસિક જનતાએ " કવિની કવિતા" નો એક સુંદર કાર્યક્રમ માંણ્યોગુજરાતી સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા ,જોય ઓફ શેરિંગ અને શબ્દ બેઠકના ઉપક્રમે યોજાયેલ એક સૌમ્ય સુંદર પ્રોગ્રામની પ્રતીતિ થઇ !

લગભગ ત્રણ સો  થીએ વધુ એમ મોટી સંખ્યામાં ચાલુ દિવસ છતાં સાહિત્યરસિકોએ સમયસર પધારીપ્રથમ ગુજરાતી ભોજનને ન્યાય આપ્યો; અને પછી બરાબર સવા સાત વાગ્યાથી કાવ્ય સૃષ્ટિમાં તરબોળ થઇ ગયાં

ગુજરાતી સાહિત્યના યુવાન  , નીવડેલા કવિઓ  શ્રી અનિલ ચાવડા અને મુકેશ જોશી સતત બે કલાક સૌને તેમનાં કાવ્યોમાં મંત્રમુગ્ધ કરીને જકડી રાખ્યાં !

કાર્યક્રમની શરૂઆત શ્રી સુભાષ ભટ્ટે મહેમાનોનાં સ્વાગતથી કરી : પુષ્પ ગુચ્છથી નહીં - ભાવ સુમનથી! "ફૂલોને છોડવાં ઉપર રહીને સુગંધ પ્રસરાવવા દો, આપણે કાર્યથી સુગંધ પ્રસરાવીએ !"  એમણે કહ્યું ,અને દીપ પ્રાગટ્યને બદલે શબ્દો આપણાં કંકુ ને ચોખાં કહી લૉસએન્જલસના, આપણાં સમાજના અગ્રગણીઓને તેઓએ આવકાર્યાં.જેમાં ઉપસ્થિતોમાં હતાં શ્રી સુરુ ભાઈ અને આરતીબેન માણેક;શ્રી રામજીભાઈ અને વિદ્યાબેન પટેલ;શ્રી ભુપેશભાઈ  અને લેખિકા કુમુદબેન પરીખ, અનેક સામાજિક સંસ્થાઓના  અગ્રગણ્ય મિત્રો -   અહીંના અગ્રગણ્ય પત્રકાર અને ફોટોગ્રાફર શ્રી કાંતિભાઈ  મિસ્ત્રી , શ્રીહરકિશ  વસા, શ્રી સુરેન કાપડિયા ,દિપક પારેખબન્ને  જીતુ પટેલ, જગદીશ પુરોહિત ,અનિલ  દેસાઈ , ચીમનભાઈ અડીયલ ,અને યોગા ગુરુ શ્રી સોનેજી ! તદુપરાંત  લૉસએન્જલસનાસાહિત્ય ગુરુ આનંદરાવ લિંગાયત , નીવડેલા સ્થાનિક કવિઓ શ્રી રમેશ પટેલ આકાશદીપ; ખેપિયો શ્રી રમેશભાઈ પટેલ ; અને જાણ્યા અજાણ્યા અનેક કવિઓ / લેખકો અને સાહિત્યપ્રેમી સમુદાય ! અને સમગ્ર પ્રોગ્રામનું પીઠબળ  શ્રી બી યુ પટેલ કે જેમણે  સનાતન મંદિરનું ઓડિટોરિયમ શુભ અવસર માટે ફાળવ્યું અને સંપૂર્ણ  ગુજરાતી ભોજન દાળ, ભાત, શાક, પુરી , સમોસા ચટણી વગેરેની વ્યવસ્થા કરી ! શબ્દ બેઠકનાં આયોજક કવયત્રી ગીતાબેન ભટ્ટે મહેમાન કવિઓનો પરિચય આપ્યો અને તેઓને સ્ટેજ પર આમંત્ર્યા.અમેરિકાની મુલાકાતે  અનેક વાર આવી ગયેલા , પણ પહેલી વાર લોસએન્જલસ પધારેલા બે કવિઓએ પછી તો  શહેરને  લવ એન્જલ્સ  કહીને સમગ્ર ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી જકડી લીધું :

અમે કાગળ લખ્યો'તો પહેલો વહેલો ;છાનો છપનો , કાગળ લખ્યો'તો પે'લો વે'લો!!  મુંબઈ સ્થિત શ્રી મુકેશ જોશીએ  એક પછી એક કાવ્યો , ગઝલો સાહિત્યરસિક પ્રેક્ષકોને  પીરસવા માંડીઅને ત્યાર પછી અમદાવાદ રહેવાસી  શ્રીઅનિલ ચાવડાએ પોતાની ગઝલોનો કસબ દેખાડ્યો :

આમ જુઓતો  દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીતો બીજું શું છે !ડુમા ઉપર ડૂસકાં ઉપર, હીબકાં ઉપરસપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે!

અને એવી ઘણી બધી કૃતિઓ પર પ્રેક્ષકો આફ્રિન થઇ ગયાં!

કેટલાંક કાવ્યોએ ઓડિયન્સમાં સૌને વિચાર કરતાં કરી દીધાં:બા સાવ એકલાં જીવે !એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે !બા સાવ એકલાં જીવે!

 સમગ્ર પ્રોગ્રામની રજુઆત સુંદર રીતે , સહેજ પણ સમયના વ્યર્થ બગાડ વિના શરૂઆતથી અંત સુધી એક સૂત્રે બંધાયેલી રહી ! અહીંના લોકલ 

 ઓર્ગેનાઇઝરોએ એક કવિથી બીજા કવિની પ્રસ્તૃતિ વચ્ચે કવિઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું !રામજીભાઈની હાકલને માન આપી  પ્રેક્ષકોએ પણ સ્વૈચ્છિક રીતે ઉદાર હાથે  ફાળો આપ્યો !  સાહિત્યની આવી પ્રવૃત્તિઓ વારંવાર થતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવતાં સૌ વિખરાયાં તેવું માહિતી અને તસ્વિર શ્રી કાન્તિભાઇ મિસ્ત્રી, કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(11:42 pm IST)