Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ડોલરની સામે રૂપિયો સસ્તો થતા પ્રોપર્ટી ક્ષેત્રે NRI સમુહનું રોકાણ વધવાની શકયતા

મુંબઇઃ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં સતત થઇ રહેલા ઘટાડાને કારણે હાલમાં ૧ ડોલરના ૭૩ રૂપિયા જેટલી કિંમત થઇ જવા પામી છે. પરિણામે વિદેશમાં વસતા NRI માટે વતનમાં પ્રોપર્ટી ખરીદવાની તથા પ્રોપર્ટીમાં રોકાણ કરવાની તકો વધી જવા પામી છે.

એક સર્વે મુજબ દર વર્ષે NRI દ્વારા વતનમાં ૨૧ થી ૩૦ હજાર કરોડ રૂપિયાનું પ્રોપર્ટી ક્ષેત્રે રોકાણ થાય છે. જે કુલ રોકાણના ૭ થી ૮ ટકા જેટલું થવા જાય છે. પરંતુ હવે રૂપિયો ડોલરની સરખામણીમાં સસ્તો થતા આ રોકાણ ૧૦ થી ૧૨ ટકા વધી જવાની શકયતા છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:07 am IST)