Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

૧૨૫ વર્ષ જુની પાર્ટી કોંગ્રેસ હવે અસ્તિત્વ માટે લડાઈ લડી રહી છે

ભોપાલમાં કાર્યકરોના મહાકુંભમાં મોદીના કોંગ્રેસ પર તેજાબી પ્રહારો : સત્તાના નશામાં નાની પાર્ટીઓને કચડી નાંખનારી કોંગ્રેસને આજે નાના નાના પક્ષોના સર્ટિ લેવાની ફરજ પડી : મેરા બુથ સબસે મજબૂતનો નારો આપ્યા

ભોપાલ, તા. ૨૫ : ભોપાલમાં કાર્યકરોના મહાકુંભ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનું રણશિંગુ ફૂંક્યું હતું. મોદીએ કોંગ્રેસ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ૧૨૫ વર્ષ જુની પાર્ટી કોંગ્રેસ પાર્ટીને આજે શોધવા માટે સાધનોની જરૂર પડી રહી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે મધ્યપ્રદેશને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. મધ્યપ્રદેશની ભાજપ સરકારે અને લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું હતું. મોદીએ મેરા બુથ સબસે મજબૂતનો નારો આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ભાજપને હરાવવા માટે કોંગ્રેસ પાર્ટી હવે દેશની બહાર પણ ગઠબંધન શોધી રહી છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જ્યંતિ ઉપર આયોજિત કાર્યક્રમમાં મોદીએ વાજપેયી અને રાજમાતા સિંધિંયાને યાદ કર્યા હતા. મોદીએ રાજ્યમાં લાખો કાર્યકરોની  ઉપસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસે તેમની સામે દરેક ગાળોનો ઉપયોગ કર્યો છે પરંતુ કાદવ જેટલું ઉછળશે કમળ વધારે ખીલી ઉઠશે. મોદીએ કહ્યું હતું કે, હવે દેશની બહાર નક્કી કરવામાં આવી રહ્યું છે કે, ભારતના વડાપ્રધાન કોણ બનશે. મોદીએ ઉમેર્યું હતું કે જે પાર્ટી ૧૨૫ વર્ષ જુની પાર્ટી હોય, જે પાર્ટીના અમે ભૂતપૂર્વ રાજ્યપાલ હોય, જે પાર્ટીના અનેક વડાપ્રધાન બન્યા હોય તેમની હાલત કફોડી બની ગઈ છે. આ લોકો કોઇ જગ્યાએ બચ્યા નથી. આટલી પરાજય થઇ હોવા છતાં કોંગ્રેસ પાર્ટી સુધરવા માટે તૈયાર નથી. કોંગ્રેસ પાર્ટી પરાજયના ભાયથી હવે ગઠબંધન ઉપર આવી ગઈ છે. સત્તામાં નશામાં નાની પાર્ટીઓને કચડીનાંખનાર કોંગ્રેસ આજે નાના પક્ષોના પગમાં પડેલી છે. સવા સો વર્ષ જુની પાર્ટી હવે નાના પક્ષોના સર્ટિફિકેટ લેવા માટે ફરી રહી છે.  તેમની હાલત કફોડી બનેલી છે. ક્યારે પણ ભલાઈની વાત નહી ંકરનાર કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે ભાજપ શાસિત રાજ્યોને ભારે મુશ્કેલીમાં મુક્યા હતા. સમાજને તોડવાનું કામ કર્યું હતું. પરંતુ અમે વિકાસના મુદ્દા ઉપર આગળ વધી રહ્યા છે. સંગઠનમાં શક્તિ છે. ચૂંટણી જીતવા માટે અમારો મંત્ર બિલકુલ સ્પષ્ટ છે. ધનબળથી નહીં બલ્કે જનબળથી ચૂંટણી જીતવામાં આવશે. મેરા બુથ સબસે મજબૂતના નારા સાથે મોદીએ કાર્યકરોનો ઉત્સાહ વધારી દીધો હતો. મોદીએ ઉમેર્યું હતું કે, વોટબેંકની રાજનીતિના કારણે કોંગ્રેસને ક્યારે પણ મુસ્લિમ મહિલાઓની ચિંતા રહી નથી. કોંગ્રેસ પાર્ટી હિન્દુસ્તાનના ગઠબંધન કરવાના સફળ સાબિત થઇ રહી નથી ત્યારે દેશની બહાર ગઠબંધન કરવામાં આવી રહ્યા છે. સત્તા ગુમાવી દીધા બાદ પાર્ટીએ સંતુલન પણ ગુમાવી દીધું છે. કોંગ્રેસ પાર્ટી હવે દેશની ઉપર બોજ સમાન બની ગઈ છે. મોદી પાકિસ્તાનના મંત્રીઓના એવા ટ્વિટના સંદર્ભમાં વાત કરી રહ્યા હતા જેમાં રાફેલ ડિલમાં થયેલા કૌભાંડને લઇને રાહુલ ગાંધીના આરોપોને રજૂ કરવામાં આવી રહ્યા હતા. અમે સમાજના દરેક વર્ગ માટે કામ કરી રહ્યા છે.

(12:00 am IST)