Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઉત્તર ભારતના પંજાબ-હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ૧૧ લોકોનો ભોગ લીધોઃ પુરગ્રસ્‍ત વિસ્‍તારોનું સતત મોનીટરીંગ કરવા મુખ્‍યમંત્રી અમરિન્‍દરસિંહનો આદેશ

ચંદીગઢઃ ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યમાં સતત વરસી રહેવા વરસાદથી પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિત કેટલાક રાજ્યમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. સોમવારે મોટા ભાગના ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદને કારણે 11 લોકોના જીવનો ભોગ લેવાયો હતો. પંજાબમાં ભારે વરસાદને ધ્યાનમાં લઇને રેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં શાળા-કોલેજમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી હતી.

પંજાબના અમૃતસરમાં સોમવારે વહેલી સવાથી શરૂ થયેલા વરસાદમાં મુખ્ય રસ્તોઓ ધોવાઇ ગયા હતા. મેઇન રોડ પર ગાબડા પડતા વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો. શાળા-કોલેજમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી. પંજાબ સીએમ અમરિન્દરસિંહે સોમવારે એક બેઠક બોલાવી હતી. જેમાં પુરગ્રસ્ત વિસ્તારોનું સતત મોનિટરિંગ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પંજાબમાં સૈન્યને પણ એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. સૈન્યની એક ટૂકડીને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. બચાવ અભિયાન માટે પૂરતી બોટની વ્યવસ્થા કરી દેવાય છે.કુલ્લુમાં આવેલા બેબલી નેચરપાર્કમાં ભારે વરસાદને કારણે સૌદર્ય ખોરવાયું હતું. સમગ્ર પાર્કની હાલત ખરાબ થઇ ગઇ હતી.

હિમાચલ પ્રદેશમાં કાંગડા અને કુલ્લુમાં પૂરની સ્થિતિ આકાર લેતા જનજીવન ખોરવાયું હતું. કાંગડા અને કુલ્લુમાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. હવામાન ખાતાએ કુલ્લુમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું, કુલ્લુની એનએચપીસી કોલોનીમાં પૂરને કારણે ફસાયેલા લોકોને વાયુસેનાએ બચાવી લીધા હતા. કાંગડા જિલ્લા નજીક એક નદીમાં પૂર આવતા એક વ્યક્તિ તણાઇ જતા મોત નીપજ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે અનેક સ્થળે ભુસ્ખલન થયું હતું. આ ભુસ્ખલનમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા. કાટમાળમાં દટાઇ જતા પાંત લોકો ઘટના સ્થળે જ મૃત્યું પામ્યા હતા. જ્યારે કઠુઆમાં સતત વરસાદથી 29 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે હરિયાણામાં 45 વર્ષના એક વ્યક્તિનું છત પડતા મોત થયું છે.

બીજી તરફ પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદને કારણે પાકને માઠી અસર પહોંચી હતી. સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે પાકને થયેલા નુકસાનનો સરવે કરવા માટે આદેશ આપ્યા છે.

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વરસાદથી વૃક્ષ જમીનદોસ્ત થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

(12:00 am IST)