Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રોયલ અેનફીલ્ડ ટૂંક સમયમાં સૌથી પાવરફુલ અેન્‍જીન સાથે ૨ બાઇક લોન્ચ કરશે

નવી દિલ્હી- રોયલ એનફીલ્ડ ટુંક સમયમાં પોતાની બે દમદાર બાઈક લોન્ચ કરશે. Interceptor 650 અને Continental GT 650 નામની આ બાઈક્સમાં 648ccનું દમદાર એન્જિન આપવામાં આવશે. આ રોયલ એન્જિનનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ એન્જિન છે.

કંપનીનો દાવો છે કે ઈન્ટરસેપ્ટર 650 અને કન્ટિનેન્ટર જીટી 650માં આપવામાં આવેલું આ એન્જિન 160 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે સ્પીડ આપી શકે છે. આ એન્જિન 25.5 કિલોમીટર પ્રતિલીટર માઈલેજ આપશે. આ બાઈક્સમાં 648cc, એરકૂલ્ડ, SOHC, ફ્યુઅલ ઈન્જેક્ટેડ પેરલલ-ટ્વિન એન્જિન આપવામાં આવશે.

આ એન્જિન 7100rpm પર 47hpનો પાવર અને 4000rpm પર 52nm ટૉર્ક જનરેટ કરે છે. આમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને સ્લિપર ક્લચ હશે. 25.5 કિલોમીટર પ્રતિલીટર માઈલેજના દાવાની વાત કરીએ તો, તે વર્લ્ડ મોટરસાઈકલ ટેસ્ટ સાઈકલમાં સાબિત થયું છે. WMTC બાઈક્સમાં માઈલેજ માપવાની એક સિસ્ટમ છે.

સ્ટાઈલની વાત કરીએ તો, Royal Enfield Continental GT 650ની ડિઝાઈન કેફે રેસર અને Royal Enfield Interceptor 650ની ડિઝાઈન સ્ટ્રીટ બાઈક જેવી હશે. ઈન્ટરસેપ્ટર 650માં 13.7 લીટરનું ફ્યૂલ ટેન્ક હશે, જ્યારે કન્ટિનેન્ટલ GT 650માં તેનાથી થોડી નાની 12.5 લીટરની ટેન્ક આપવામાં આવી છે.

(4:46 pm IST)