Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મુસ્લિમ પક્ષકારોની અપીલ પર અયોધ્યા કેસમાં

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો

મસ્જિદમાં નમાજ પઢવી એ ઈસ્લામની આંતરિક બાબત છે કે નહીં એ વિશે લેવાશે નિર્ણય

નવીદિલ્હી તા.૨૫: સુપ્રીમ ર્કોર્ટમાં ચાલી રહેલા અયોધ્યા કેસ સંબંધિત એક મુદ્દાને બંધારણીય બેન્ચ સમક્ષ રજુ કરી શકાય કે નહીં એ વિષયે ૨૮ સપ્ટેમ્બરે નિર્ણય લેવામાં આવી શકે છે. મસ્જિદમાં નમાજ પઢવી એ ઇસ્લામની આંતરિક બાબત છે કે નહીં એ વિશે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે. અયોધ્યાનો રામ મંદિર-બાબરી મસ્જિદ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અયોધ્યાની જમીન કોની છે એના પર હજી સુનાવણી કરવાની બાકી છે.જો કે આ કેસમાં એક સીમિત સવાલને બંધારણીય બેન્ચ સમક્ષ રજૂ કરી શકાય ક ે નહીંં એના પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. વાસ્તવમાં મુસ્લિમ પક્ષકારોએ દલીલ કરી છે કે ૧૯૯૪માં ઈસ્લામ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં કહયું હતું કે મસ્જિદમાં નમાજ પઢવી એ ઇસ્લામનું અભિન્ન અંગ નથી.

 

તેમણે કહયું હતું કે આવામાં આ નિર્ણયને ફરી ચકાસવાની જરૂર છે અને આ જ કારણોસર આ મુદ્દાને પહેલાં બંધારણીય બેન્ચ સમક્ષ રજૂ કરવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કહયું છે કે અદાલત આ મુદ્દા પર નિર્ણય લેશે કે શું ૧૯૯૪ના સુપ્રીમ કોર્ટના બંધારણીય બેન્ચના આ ચુકાદાનું નિરીક્ષણ કરવા એને ફરી બંધારણીય બેન્ચ સમક્ષ રજૂ કરી શકાય કે નહીં? આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે હાલમાં ચુકાદો અનામત રાખ્યો છે.(૧.૧)

(12:23 pm IST)