Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રાહુલ-રાહુલ અને બમ-બમના નારા વચ્ચે

રાહુલ ગાંધી ફરી અમેઠી પહોંચ્યાઃ ગૌરી ગંજમાં આજે બીજા દી'એ રેલી

અમેઠી (ઉ.પ્ર.): પોતાના સંસદના મતક્ષેત્રની સારસંભાળ લેવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમેઠીના બીજા દિવસના પ્રવાસે ગૌરીગંજ પહોંચ્યા છે. જયાં વિશાળ રેલી યોજી રહયા છે. કાવડીયાઓએ રાહુલ-રાહુલના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ સહુ પ્રથમ ભગવાન શંકરની પુજા કરી હતી અને આર્શિવાદ લઇ લોકોને મળ્યા, કાર્યકર્તાઓને  મળ્યા અને હવે ગૌરી ગંજમાં રેલીમાં જોડાઇ રહયા છે. રાહુલ સતત નરેન્દ્રભાઇ ઉપર પ્રહારો કરી તેમને રાફેલ ડીલમાં ચોર બતાવી રહયા છે. ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફાંસ્વા ઓલોદેએ હાલના સોદા માટે મોદી સરકારને જવાબદાર ગણાવતા આખા પ્રકરણમાં નવો મોડ આવ્યો છે. (૪૦.૪)

 

(12:22 pm IST)